એમ કહેવાય છે કે સુકવેલા પાયજામા જ્યાં સલામત નથી રહેતા તેવા પાકિસ્તાનમાં સ્થાનિક ગ્રામીણોની કિડની પણ સલામત ન રહી હોવાનું સામે આવ્યું છે. લોકોને બોલાવ્યા હતા પથરીની સારવાર માટે અને કાઢી લીધી કિડની. દુનિયામાં અસામાજિક કે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતો દેશ પોતાના દેશવાસીઓ સાથે પણ નાપાક હરકત કરતાં આચકાતો નથી. હાલમાં તો કિડની જ કાઢી લીધી પણ લોકોનું કાળજું કાઢી લે તો પણ પાકિસ્તાનીઓના કારતૂતની નવાઈ લાગે એમ નથી.
પાકિસ્તાન પોતાની હરકતો માટે આમ પણ ચર્ચામાં રહે છે ત્યારે પોતાના દેશના લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનું ત્યાંનાં તત્વો ચૂક્યા નથી. સાદીકાબાદમાં 25 ગ્રામીણજાણો સાથે ધોખો કરીને તેમની કિડની કાઢી લેવામાં આવી હોવાની ઘટના બની છે. આ કારસ્તાનમાં બાળકોને પણ બક્ષ્યાં નથી અને તેમની કિડની પણ કાઢી લેવાઇ છે.
સસ્તી સારવારના નામે ગામલોકોને ફસાવ્યા
સાદીકાબાદના ગ્રામજનોને પથરીની સસ્તી સારવારના નામે બોલાવાયા હતા. કિડનીમાં રહેલી પથરી ઓપરેશન કરીને કાઢવી પડશે એમ કહીને લોકોને ફસાવી દીધા હતા. પથરીની સસ્તી સારવાર નામે ઓપરેશન કરી નાખવામાં આવ્યું અને કિડની કાઢી લેવામાં આવી હતી. દર્દીઓ બેભાન અવસ્થામાંથી બહાર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની કિડની કાઢી લેવામાં આવી છે. કિડની કાઢનારાઓ પોતે ડોક્ટર હોવાના દાવા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કેટલાક ગ્રામીણો ખાટલા ઉપર સુતેલા જોવા મળે છે. આ લોકોની કિડની કાઢી લેવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
પાકિસ્તાન એટલે હમ નહીં સુધરેંગે
પાકિસ્તાનની કથની અને કરણી બંને જુદા હોય છે. હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાવના જુદા એવી સ્થિતિ પાકિસ્તાનની પણ કહી શકાય. જેના તાજા ઉદાહરણો ‘ઓપરેશન સિંદૂર’ છે. પોતાના આકાશમાંથી કરેલું ફાયર બેકફાયર જ થયું છે. તો, વિશ્વમાં એમ કહેતું રહ્યું કે ભારતને યુદ્ધમાં નુકસાન પહોંચાડ્યું પણ થોડા દિવસો પહેલા રજૂ કરેલા ડોઝિયરમાં એમ કહ્યું કે, ભારતે દર્શાવેલા 9 ઠેકાણા કરતાં વધુ જગ્યાએ નુકસાન કર્યું છે. ટૂંકમાં પાકિસ્તાન પાકિસ્તાન છે દુનિયા તો ઠીક પોતાના દેશના લોકોને છેતરવામાં બાકી નથી રાખતું.