- સફેદ રંગનો આ હીરો 2,492 કેરેટ જેમ કહેવામાં આવે છેૉ
- આ હીરાને કેનેડાની માઈનિંગ કંપનીએ આધુનિક એક્સ-રેની મદદથી ખાણમાંથી હીરો શોધ્યો
- બોત્સવાનાની કેરો ખાણે અત્યંત મૂલ્યવાન હીરા આપ્યા છે
આફ્રિકન દેશ બોત્સવાનામાં વિશ્વનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. ગત 100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો ડાયમંડ છે. સફેદ રંગનો આ હીરો 2,492 કેરેટ જેમ તરીકે ઓળખવામાં આવે છે. બોત્સવાનામાં મળી આવેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો ડાયમંડ છે. આ હીરો કેનેડાની માઈનિંગ કંપની લુકારા ડાયમંડ કોર્પે શોધ્યો છે. આ હીરાને એક્સ-રેનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવ્યો છે.
બોત્સવાનાની કેરો ખાણમાં ચમકતા કાચા હીરાને શોધવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, બોત્સવાનાની કેરો ખાણમાંથી મળેલો હીરો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ડાયમંડ છે. ગત એક સદીમાં જોવા મળેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.
વર્ષ-1905માં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો હતો
આની પહેલા વર્ષ-1905માં વિશ્વનો સૌથી મોટો હીરો શોધવામાં આવ્યો હતો. તે હીરો 3106 કેરેટનો હતો. વિશ્વનો સૌથી મોટો હીરો દક્ષિણ આફ્રિકામાં શોધાયો હતો. આ હીરાને ઘણા ભાગમાં કાપમાં આવ્યો હતો. આમાંથી કેટલાક હિસ્સો બ્રિટિશન ક્રાઉન જ્વેલ્સનો હિસ્સો પણ છે.
કેરો ખાણે અત્યંત મૂલ્યવાન હીરા આપ્યા છે
કેરો ખાણમાં જોવા મળેલ આ સફેદ હીરાની વિશ્વભરમાં ખૂબ જ માંગ છે. આ ખાણથી અત્યાર સુધી 17 એવા હીરા મળ્યા છે જે 100 કેરેટ અથવા તેની ઉપરના છે. આની પહેલા આ ખાણમાંથી વિશ્વનો સૌથી ત્રીજા નંબરને અદભુત હીરો મળ્યો હતો. જે 1098 કેરેટનો હતો. જે હવે ચોથા નંબર પર આવી ગયો છે. બોત્સવાના વૈશ્વિક સ્તરે હીરાનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે અને તાજેતરના વર્ષોમાં પ્રમુખ હીરાની શોધોમાં સૌથી આગળ રહ્યો છે. સેવેલો હીરા જે કેરો ખાણમાંથી કાઢવામાં આવેલ છે. આનું વજન 1758 કેરેટ છે. આને નવી શોધથી પહેલા વિશ્વમાં સૌથી મોટા ખાણકામ કર્યા પછી હીરો મનાય છે.
ટોપ-10માં છ હીરા બોત્સવાનાના
બોત્સવાનામાં એકથી એક મોટા હીરા નીકળ્યા છે. વિશ્વના ટોપ 10 મોટા હીરામાંથી છ બોત્સવાનાની ખાણથી નીકળેલા છે. કોરોના કાળમાં બોત્સવાનામાં મળેલ આ હીરો સરકાને આર્થિક સંકટથી દૂર કરવામાં મદદ કરશે. 1800ના દાયકાના અંતમાં બ્રાઝિલમાં એક મોટો કાળો હીરો મળ્યો હતો, આ હીરો ઊંડાણથી નહિ પરંતુ સપાટી પરથી શોધાયો હતો.


