- ગુજરાતના નામોની ચર્ચા વખતે રહી શકે છે હાજર
- ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે
- ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇ મંથન શરૂ થયું છે. આ માટે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થયા છે. જેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ફરી દિલ્હી જઇ રહ્યા છે. સંભવત: આજે મોડી રાત સુધીમા લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેરાત થઈ શકે છે.
આ માટે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ ભાજપના પદ્દાધિકારીઓ દિલ્હી પહોંચ્યા છે. આ તમામ અધિકારીઓ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના નામોની ચર્ચા વખતે હાજર રહી શકે છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે.
80 ટકા ઉમેદવારો રિપીટ ન થાય
જ્યારે ઉમેદવારો અંગે અમિત શાહથી લઈ સી આર પાટીલ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા જેવા નેતાઓના નામ લગભગ ગુજરાતથી નક્કી માનવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય 80 ટકા જેટલા સાંસદોને રિપિટ ન કરવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. જેના સાથે જ નવા સાંસદોની સાથે મહિલાઓની પ્રતિનિધિત્વ વધારવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
100 – 120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે
આજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થઈ શકે છે. જેના સાથે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. આશરે 100 – 120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.
લોકસભાની ચૂંટણી માટેના ધમધમાટ શરૂ થયો છે. આ માટે હવે ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સ્તરે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે દિલ્હી ખાતે 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા શરૂ થઈ છે. આ માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. જેની સાથે જ ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે.


