- સોશિયલ મીડિયા એક્સને બ્રાઝિલમાં પોતાની ઓફિસ બંધ કરવા મજબૂર કરાયા છે
- એક્સે બ્રાઝિલના ચીફ જસ્ટિસ એલેક્ઝાંડરને દોષિત ઠેરવ્યા
- બ્રાઝિલમાં એક્સની સંપૂર્ણ કામગીરી બંધ કરવામાં આવશે
ટવિટરથી એક્સ બનેલી એલન મસ્કની કંપનીને મોટો આંચકો લાગ્યો છે. એક્સ બ્રાઝિલમાં પોતાની તમામ પ્રકારની કામગીરી બંધ કરી ત્યાંથી ઉચાળી ભરશે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસે શનિવારે આપી અને આ નિર્ણય માટે કંપનીના બ્રાઝિલના ચીફ જસ્ટિસ એલેક્ઝાંડર ડી મોરેસને દોષિત ઠેરવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા દિગ્ગજે કથિત રીકે બ્રાઝિલના જજ દ્વારા એક દસ્તાવેજના ફોટા પ્રકાશિત કર્યા, જેમાં કહેવાયું હતું કે જો પ્લેટફોર્મ જજના આદેશોનું સંપૂર્ણ પાલન નહિ કરે તો એક્સ પ્રતિનિધિ વિરુદ્ધ દરરોજ 3,653 ડોલરનો દંડ અને ધરપકડનો આદેશ આપ્યો હતો.
એક્સ કંપનીનો આરોપ
સોશિયલ મીડિયા એક્સ કંપનીએ પોતાના સત્તાવાર હેંડલના માધ્યમથી ચીફ જસ્ટિસ પર સેંસરશિપ આદેશોના પાલન ન કરવા અને ધરપકડ કરવાનો આરોપ મૂક્યો છે. આ ઉપરાંત કાયદાના પાલન કરવાનો પણ આરોપ મૂક્યો હતો. વધુમાં બ્રાઝિલમાં તેના કર્મચારીઓને ડરાવવા અને ધમકાવવાનો આક્ષેપ કરાયા છે.
એલન મસ્કે પોતાની પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયા એક્સે જણાવ્યું કે અમારી સેવા બ્રાજિલના લોકો માટે નહીં મળી રહે. આનો અર્થ એવો નથી કે હવે એક્સ બ્રાઝિલમાં પોતાની ઓફિસ બંધ દેશે પરંતુ સર્વિસેઝ રિમોટલી ઓપરેટ કરશે. ઉપરાંત વધુમાં જણાવ્યું કે અને ઘણું દુ:ખ છે કે અમે એવું કરવા મજબૂર કરાયા છે. એક્સના માલિક એલન મસ્કે પણ નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને બ્રાઝિલના જજના ચુકાદાને ન્યાયનું ઘોર અપમાન ગણાવ્યું છે.


