- બ્રાઝિલમાં 29 એપ્રિલે આવેલા પૂર બાદ સ્થિતિ યથાવત્
- મૂશળધાર વરસાદ બાદ પૂરમાં 56 લોકો હજી ગુમ, હજારો લોકો બેઘર
- બ્રાઝિલમાં અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી હોનારત હોવાનો તંત્રનો દાવો
બ્રાઝિલમાં પૂરને લીધે ચારેતરફ વિનાશ વેરાયો એવી સ્થિતિ સર્જાઈ છે. ગત 29 એપ્રિલે રાજ્યમાં આવેલા પૂર બાદ અત્યાર સુધી સેંકડો લોકોનાં મોત થઈ ચુકયા છે. દક્ષિણી બ્રાઝિલના રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યમાં વરસાદ અને પૂરને લીધે 169 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
આ સિવાય ગત 24 કલાકમાં વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 56 લોકો હજી ગુમ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ રાજ્યમાં આવેલી અત્યાર સુધીની સૌથી ખરાબ કુદરતી હોનારત છે. પૂર અને વહેતી નદીઓને લીધે 2.3 મિલિયનથી વધુ લોકો બેઘર થયાનું સામે આવ્યું છે.
આ અઠવાડિયામાં ભારેથી વધુ ભારે વરસાદની આગાહી
રાજ્યની રાજધાની પોર્ટે એલેગ્રે તેમજ અન્ય 469 નગરપાલિકાની પાયાનું માળખું ખરાબ રીતે ખરાબ થયું છે. જેને ફરીથી તૈયાર કરવામાં ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે. રિયો ગ્રાંડે ડો સુલ રાજયના ગવર્નર એડુઆર્ડો લેઈટે આપેલી જાણકારી પ્રમાણે પોર્ટો એલેગ્રે અને બીજા રાજ્યના પ્રમુખ શહેરોમાં આ અઠવાડિયે વરસાદને ધ્યાને રાખતા સરકારે 48 કલાક સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
વિશાળ ડેમ તૂટવાની ભીતિ
આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે બ્રાઝિલના રાજ્ય રિયો ગ્રાંડે ડો સુલમાં મૂશળધાર વરસાદથી ડેમ તૂટવાનો ખતરાની શક્યતા છે. ભારે વરસાદની અસર શહેરના ત્રણ હાઈડ્રો પ્લાન્ટ પર પણ પડી છે. પ્લાન્ટ આના લીધે બંધ થઈ ગયા છે. જેનાથી એ વાત તો નક્કી છે કે શહેરમાં પીવાના પાણીની અછત થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે પાંચ લાખ લોકને પીવાનું પાણી નથી મળી રહ્યું. પૂરને લઈને ચિંતા દર્શાવતા રાજ્યના ગવર્નર એડુઆર્ડોએ કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિ છે.
પૂર અને હોનારત માટે જવાબદાર કોણ છે
બ્રાઝિમાં આવેલા પૂરના કારણે ઘણા અનુમાન લગાવાઈ રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ આ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું છે. હવામાન વિભાગ અનુસાર વરસાદની વધતી તીવ્રતા માટે અલ-નીનો જવાબદાર છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોનો પ્રવાસ પણ કર્યો હતો. તેમજ તેઓને કેન્દ્ર સરકારની તરફથી મદદ કરવાની જાહેરાત પણ કરી હતી.


