- બચી ગયેલા વ્યક્તિએ એરપોર્ટ અધિકારીનો માન્યો આભાર
- મોડો પહોંચ્યો હોવાથી ન ચઢવા દેવાયો ફ્લાઈટમાં
- પ્લેન ક્રેશ બાદ વ્યક્તિએ અનુભવ્યું કે સારું થયું ફ્લાઇટ મિસ કરી
કહેવાય છે ને કે જે થાય છે તે સારા માટે હોય છે….તેનું આ તાજું ઉદાહરણ છે. બ્રાઝિલ પ્લેન ક્રેશમાં તમામ લોકોના મોત થયા છે ત્યારે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. તેનું કારણ એ કે તે મોડો પહોંચ્યો હોવાથી તેને ફ્લાઈટમાં ચઢવા દેવામાં આવ્યો ન હતો. ક્યારેક આવી ઘટનાઓથી આપણને ગુસ્સો આવે છે અને ખરાબ લાગે છે પરંતુ હવે આ વ્યક્તિ પણ માને છે કે જે થાય છે તે સારા માટે જ હોય છે. તો જાણો શું છે સમગ્ર ઘટના.
બ્રાઝિલમાં શુક્રવારે પ્લેન ક્રેશ થયું
બ્રાઝિલમાં એક પ્લેન શુક્રવારે ક્રેશ થયું અને તેમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સની સાથે કુલ 62 લોકો હતા. આ તમામ લોકોના મોત નીપજ્યા છે. તમામના મોત થઈ ગયા છે. પ્લેનને કાસ્કાવેલથી ગ્વારુલહોસ એરપોર્ટ લઈ જવાઈ રહ્યું હતુ અને આ સમયે સાઓમાં દુર્ઘટના ઘટી.
આ રીતે બચ્યો વ્યક્તિનો જીવ
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેનું નામ એડ્રિયાનો અસિસ છે, જે રિયો ડે જેનેરોનો રહેવાસી છે. તેઓએ કહ્યું કે આ ફ્લાઈટમાં તે પણ મુસાફરી કરવાનો હતો પરંતુ તેને પહોંચવામાં મોડું થયું અને તે બોર્ડિંગ કરી શક્યો નહીં. લેટ થવાના કારણે અધિકારીઓએ તેને ફ્લાઈટમાં ન ચઢવા દીધો અને તેણે ફ્લાઈટ મિસ કરી દીધી. ઘણી દલીલો બાદ અધિકારીએ એ વ્યક્તિને ગળે લગાડ્યો અને કહ્યું કે તે એનું કામ કરી રહ્યો છે. જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તો આ વ્યક્તિએ અધિકારીનો આભાર માન્યો અને કહ્યું તમે મારો જીવ બચાવ્યો. જો તમે મને ન રોકતા તો હું અહીં ન હોત.
ક્યાં પડ્યું ક્રેશ થયેલું વિમાન
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતિ અનુસાર દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. વિમાનની સાથે કયા કારણોસર આ દુર્ઘટના થઈ તે પણ જાણી શકાયું નથી. આ સાથે વિમાન જે જગ્યાએ પડ્યું તેનું નામ કેપેલા છે અને આ વિસ્તારમાં 77,000 લોકો નિવાસ કરી રહ્યા છે.


