- બ્રાઝિલના સીઝર મૈયા ટોયલેટમાંથી મીટિંગમાં થયા જોઈન
- મીટિંગના તમામ નેતાઓને થયું આશ્ચર્ય
- સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે કોમેન્ટ
સોશિયલ સાઈટ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ખૂબ જ શેર થઈ રહ્યો છે. જેને લઈને યૂઝર લખી રહ્યા છે કે બ્રાઝિલના રિયો ડિ જનેરિયોના પૂર્વ મેયર અને કાઉન્સિલર સીઝર મૈયા ટોયલેટ સીટ પરથી જ ઝૂમ મીટિંગમાં સામેલ થયા. વાયરલ વીડિયોમાં મીટિંગ હેન્ડલ કરી રહેલા નેતા હસવાનું રોકી શક્યા નહી.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
બ્રાઝિલના રિયો ડી જાનેરોના ત્રણ વખતના મેયર રહી ચૂકેલા સીઝર મૈયા સાથે એક ખૂબ જ શરમજનક ઘટના બની. જ્યારે તે શૌચાલયમાં બેસીને અજાણતા ઝૂમની મીટિંગમાં જોડાયા. તેમને આ હાલતમાં જોઈને સભામાં હાજર અન્ય સભ્યો સ્તબ્ધ થઈ ગયા અને હસવાનું રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો પણ વાયરલ થયો છે, જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર વિવિધ વાતો કરી રહ્યા છે.
આ ચોંકાવનારી ઘટના એવા સમયે બની જ્યારે મિરાન્ટે દા રોસિન્હાને સાંસ્કૃતિક વારસા સ્થળ તરીકે નિયુક્ત કરવાના બિલ પર ચર્ચા ચાલી રહી હતી. પરંતુ પછી ઝૂમ મીટિંગમાં કંઈક એવું બન્યું જેણે અન્ય સહભાગીઓને ખૂબ આશ્ચર્યચકિત કર્યા. કાઉન્સિલર પાબ્લો મૈયા આ સત્રનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ મૈયા સીઝરને નગ્ન જોતા જ તેમણે તરત જ તેને પોતાનો કેમેરો બંધ કરવા વિનંતી કરી. વાયરલ થઈ રહેલા વીડીયોમાં મૈયા સીઝર ટોયલેટમાં બેસીને મીટીંગમાં હાજરી આપતા જોઈ શકાય છે. બીજી જ ક્ષણે તે પોતાનો કેમેરા ગોઠવવાનું શરૂ કરે છે.
‘શૌચાલયમાં કરિયર ફ્લશ’
એક યુઝરે કમેન્ટ કરી કે, સૌથી મજાની વાત એ કાઉન્સિલર છે જે સત્રની અધ્યક્ષતા કરી રહ્યા છે અને સામેની વ્યક્તિની હરકતો પર હસવું રોકવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝર કહે છે કે, નેતાજી શૌચાલયમાં પોતાનું કરિયર ફ્લશ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ચિલીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું, જ્યારે એક વ્યક્તિએ નહાતી વખતે વોટિંગમાં ભાગ લીધો.
પૂર્વ મેયરે માફી માંગી
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પૂર્વ મેયરને પોતાની ભૂલનો અહેસાસ થયો અને સત્રમાં સામેલ લોકોની માફી માંગી. તેમની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદન અનુસાર, 78 વર્ષીય પૂર્વ મેયરને તેમની ખરાબ તબિયતના કારણે આ શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. અચાનક બેચેનીના કારણે મેયરને આવું કરવાની ફરજ પડી હતી.


