- બ્રાઝિલમાં મૂશળધાર વરસાદને લીધે 3,300થી વધુ લોકો ઘર છોડવા મજબૂર
- ભારે વરસાદથી રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા
- વરસાદને લીધે ભારે જાનમાલની નુકસાની
બ્રાઝિલમાં કુદરતી કેર વરસી રહી છે. બ્રાઝિલના દક્ષિણ રિયો ગ્રાંડેડો સુલ રાજયમાં ભારે વરસાદથી 10 લોકોનાં મોત થયા છે અને 21 લોકોનો ગુમ હોવાનું સામે આવ્યું છે. નાગરિક સુરક્ષા અનુસાર 11 લોકો ઈજાગ્રસ્ત છે જ્યારે તોફાનને લીધે થયેલા નુકસાનમાં 3,300થી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થવું પડયું છે. જ્યારે વીજળી ઓપરેટરોએ રાજયભરમાં વીજકાપ અને પાણીકાપની સૂચના આપી છે. અધિકારીઓએ નદીઓ અને નાળાના જળસ્તરમાં વધારો થવાથી માર્ગો પર પૂર અને ભૂસ્ખલન, બ્રિજ તૂટવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.
બ્રાઝિલમાં વરસાદે વિનાશ વેર્યો
ઉલ્લેખનીય છે કે, અધિકારીઓએ ફસાયેલા લોકોની મદદ માટે બ્રાઝિલની એરફોર્સને સક્રિય કરી છે. તેમન બચાવ કામગીરી માટે બે હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા. દક્ષિણ રાજ્યની તાકીદની કેબિનેટની ગત રોજ બેઠક મળી. એક નિવેદનમાં, ડેપ્યુટી ગવર્નર ગેબ્રિયલ સોઝાએ કહ્યું કે એકાંત અને ટાપુ વિસ્તારોમાં લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે. સત્તાવાળાઓએ બુધવાર રાત્રી સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લીધા હતા. સોઝાએ કહ્યું કે એલર્ટ હેઠળના બંધો વિશે ખાસ ચિંતા છે, જેમાં સ્તર ખૂબ ઊંચું છે અને નિષ્ફળતા અને પૂરનું જોખમ છે. તેમણે કહ્યું કે નજીકના વિસ્તારોના રહેવાસીઓને ખસેડવામાં આવી રહ્યા છે.
નાગરિકોને ભારે નુકસાન
બ્રાઝિલના નાગરિક સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે વરસાદ શરૂ થયો હતો અને શુક્રવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. બ્રાઝિલની રાષ્ટ્રીય હવામાન સંસ્થાએ મંગળવારે સાંજે જણાવ્યું હતું કે ખીણો, પર્વતીય ઢોળાવ અને શહેરો જેવા કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 150 મિલીમીટર (6 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર દક્ષિણ અમેરિકામાં હવામાન આબોહવાની ઘટના અલ નીનોથી પ્રભાવિત છે. જે સમયાંતરે કુદરતી રીતે બનતી ઘટના છે જે વિષુવવૃત્તીય પેસિફિકમાં સપાટીના પાણીને ગરમ કરે છે. બ્રાઝિલમાં, અલ નીનો ઐતિહાસિક રીતે ઉત્તરમાં દુષ્કાળ અને દક્ષિણમાં તીવ્ર વરસાદનું કારણ બને છે.


