ભાડુઆતના ઘરમાં ઘૂસી પરિણીતા પર મકાન માલિકનો નિર્લજ્જ હૂમલો
ધોરાજીના જમનાવડ ગામનાં શખ્સ વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવા દબાણ કર્યાની ફરિયાદ : માનસિક ત્રાસી ગયેલી મહિલાનો આપઘાતનો પ્રયાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
ધોરાજી પંથકમાં મકાન માલીકે મધરાતે પરિણીતાના રૂમમાં ઘુસી ધરારીથી શરીર સબંધ બાંધવા દબાણ કરતાં તેને વસ ન થતાં આરોપીએ બીભત્સ ફોટા વાયરલ કરી નાંખતા કંટાળેલી પરિણીતાર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ધોરાજીમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિતેષ રાજુ સારીખડા (રહે. જમનાવડ) નું નામ આપતાં ધોરાજી તાલુકા પોલીસે બીએનએસ એકટ 74,77,78 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલ છે. લગ્ન બાદ એકાદ મહિના સુધી સાસરીયાના ઘરે સાથે રહેલ બાદમાં સાસુ સાથે ઘરકામમા નાની નાની બાબતે બોલાચાલી થતી હતી જેથી તેણી પતિ સાથે ધોરાજી, જમનાવડ સહિતના સ્થળોએ અલગ અલગ સ્થળે રહેતાં હતાં.
ગઇ તા.06/04/2025 ના ધોરાજીથી જમનાવડ ગામે ભાડાના મકાનમાં રહેવા ગયેલા ત્યા સાત-આઠ મહિના સુધી ભાડે રહેલ ત્યાં આરોપી મિતેશ સારીખડાનુ મકાન આવેલ હતુ તેના જુના મકાનમા રહેવા ગયેલા ત્યા તેના જુના તથા નવા મકાન બાજુમા જ આવેલ છે, તેમા નવા મકાનના દરવાજેથી જુના મકાનમા જવા માટે દરવાજો હતો. તેના જુના મકાનમા પંદર-વીસ દિવસ ભાડે રહેલ હતા. તે મકાનનું બાથરૂમ ખુલ્લુ બારણા વગરનુ હતુ, જેથી તેણી બાથરૂમમાં ન્હાવા ગયેલ હોય અને ત્યારે આ આરોપીએ તેણીના ફોટા પાડી લીધેલ હોય તેવુ માનવુ છે, તેને ફોટા પાડેલ છે કે નહી તેની ખબર નથી પણ તે બીવડાવતો કે, મારી પાસે તારા ફોટા પડયા છે, તુ મારી સાથે વાત કર અને જો વાત નહી કરે તો આ ફોટા બતાવીને વાયરલ કરી દઇશ તેમ વાત કરી ધમકી આપતો હતો.
તેમજ બન્ને ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેકમા આવેલ હતા. તેમા મેસેજ મોકલતો પણ તેણી મેસેજ કરતી ન હતી. ગઇ તા.10/12/2025 ના તેણીના પતિ બહાર રીક્ષા ભાડાના કામે ગયેલ અને તેણી પુત્ર સાથ મકાને હતા ત્યારે મોડી રાતના બે ત્રણ વાગ્યે આરોપી પાસે આવેલ તો તેને કહેલ કે, મારા પતિ અત્યારે ઘરે નથી તો તમારે શું કામ છે, તેમ કહેતા આરોપીએ તેણીને શારીરીક સંબંધ બાંધવા કહેતા તેમને ના પાડેલ તો તેમણે કહેલ કે, હુ જોઇ લઇશ તેમ ધમકી મારી જતો રહેલ હતો.
બે દિવસ બાદ આરોપીએ તેણીના કોઈ ફોટા તેની પાસે હશે તે તેના મિત્રોને જમનાવડ ગામમા બતાવી બદનામ કરેલ તેની જાણ દિયરને થયેલ અને પતિ અને સસરાને પણ ખબર પડેલ તો પતિ તેણીને માવતરના ઘરે મુકી ગયેલ અને પંદરેક દિવસ જેટલુ માવતરના ઘરે રહેલ અને આ બાબતે કોઈને વાત કરી શકતી ન હતી અને આરોપીએ બદનામ કરેલ હોય જેથી ગઇ તા.22 ના તેણી અને તેનો ભાઇ માવતરના ઘરે હતા ત્યારે દિવસના ઘઉંમા મુકવાની ઝેરી દવા પી લીધેલ પછી પતિને ફોન કરેલ અને વાત ચાલુ હતી ત્યારે ઉલ્ટી ઉબકા થયેલ તો પતિએ ઉલ્ટી કેમ કરે છે. તેમ પૂછતા દવા પી લીધી છે તેમ વાત કરતા થોડીવારમા પતિ માવતરના ઘરે આવી ગયેલ ત્યારે ભાઈ જાગી ગયેલ અને બાદમાં ધોરાજી સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતાં. વધું સારવાર અર્થે તેણીને જુનાગઢ સરકારી દવાખાને રીફર કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.


