- સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હતું : DRI
- 10 આરોપીઓની ધરપકડ કરાઈઃ DRI
- 7.75 કરોડનું સોનું કર્યું જપ્ત : DRI
દેશમાં સોનાની તસકરી કરતા તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને દામવા માટે DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. DRIએ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો
મળતી માહિતી મુજબ, વિદેશથી ગેરકાયદે સોનાના સ્મગ્લિંગ મામલે DRIએ લાલઆંખ કરી છે. DRI દ્વારા સોનાનું સ્મગ્લિંગ અંગે ખુલાસો કર્યો છે. DRIએ જણાવ્યું હતું કે, .75 કરોડનું સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. DRIએ 7.75 કરોડનું સોનું જપ્ત કર્યું છે. આ સાથે ખુલાસો થયો છે કે, તમિલનાડુનો શખ્સ સોનું લઈને આવ્યો હતો અને ચેન્નઈ, મુંબઈ સહિત અન્ય રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હતું.


