- અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગનો બનાવ
- પેટ્રોલ પંપ પાસે આવેલી ઈમારતના નવમા માળે આગ
- ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં આવેલા પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે આવેલી નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડે તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસીના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું. જો કે આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.


