- ગાંધીનગરના પિપળજ પાસેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ
- ફેક્ટરીમાંથી સિન્થેટીક્સ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
- 25 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 10 લોકોની કરાઈ ધરપકડ
ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ છે.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા છે.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી છે.
27 ફેબ્રુઆરી 2024ના રોજ પણ ATSની મોટી કાર્યવાહી
ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. 3000 કિલો ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરવામાં આવી હતી. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો. પોરબંદરના મધ દરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સના જથ્થા સાથે 4 ખલાસીઓને પણ ઝડપી લેવાયા હતા.
વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો. ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો હતો.
ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન
ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.


