- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
- લેબનોમાં આવેલી ભારતીય દૂતાવાસે ભારતીયોને સાવધાની રાખવા સલાહ આપી
- ભારતીય નાગરિકો માટે ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર પર સતત સંપર્કમાં રહેવા સૂચના અપાઈ
ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા થતા ચકચાર મચી છે. બેરુતમાં હિઝબુલ્લાના ટોપ કમાન્ડરની હત્યા આ ઘટનાઓ પછી મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધી શકે છે. આવામાં તમામ દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. લેબનોન અને ઈઝરાયલની વચ્ચે વધતા તણાવને લઈ ભારત પણ એલર્ટ છે અને લેબનોનમાં ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને સાવધાન રહેવા માટે સૂચના આપી છે. એડવાઈઝરી જાહેર કરનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે.
નાગરિકોને સલાહ અપાઈ
ભારતે લેબનોમાં રહેતા અને પ્રવાસ ખેડવા જતા પ્રવાસીઓને સાવધાની રાખવા સલાહ અપાઈ છે. લેબનોના બેરુતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સાવધાન રહેવા અને એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. દૂતાવાસે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે ઈ-મેઈલ અને ફોન નંબર જાહેર કર્યા છે.
ઈ-મેઈલ આઈડી અને ફોન નંબર જાહેર કરાયા
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી વિસ્તારમાં તાજેતરના ઘટનાક્રમને જોતા લેબનોનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને લેબનોના પ્રવાસનું પ્લાન કરતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની રાખે અને પોતાના ઈ-મેઈલ આઈડી cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી ફોન નંબર- +96176860128ના માધ્યમથી બેરુતમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.


