પાકિસ્તાનમાં ભીષણ અથડામણ થતા 41 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેનાની કામગીરી દરમિયાન 23 આતંકવાદીઓ ઠાર મરાયા જ્યારે 18 સુરક્ષાકર્મી શહીદ થયા હતા. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે બલૂચિસ્તાન પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ ઘટનાની સમીક્ષા કરી હતી. અને સાથે જ શહીદ સૈનિકોની અંતિમ પ્રાર્થનામાં હાજરી આપી અને ઘાયલો સાથે મુલાકાત કરી હતી.
આર્મી ચીફ અસીમ મુનીર બલુચિસ્તાન પહોંચ્યા
પાકિસ્તાનમાં અશાંતિ અને અથડામણ વચ્ચે આર્મી ચીફ અસીમ મુનીર બલુચિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, સેના પ્રમુખ, બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી અને ગવર્નર શેખ જાફર ખાન મંડોખૈલ સાથે, શહીદ સૈનિકોની અંતિમ પ્રાર્થનામાં હાજરી આપી અને ઘાયલોની મુલાકાત લીધી. ક્વેટાની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલમાં સૈનિકો સાથે તેઓની મુલાકાત થઇ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.
સુરક્ષા પરિસ્થિતિ અંગે બેઠક
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે શનિવારે અશાંત પ્રાંત બલુચિસ્તાનની મુલાકાત લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ સંઘર્ષમાં 18 સુરક્ષા કર્મચારીઓ અને 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાનના અહેવાલ મુજબ, વરિષ્ઠ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સેના પ્રમુખને પ્રાંતની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અંગે વિગતવાર બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, સેના પ્રમુખ, બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી અને ગવર્નર શેખ જાફર ખાન મંડોખૈલ સાથે, શહીદ સૈનિકોની અંતિમ પ્રાર્થનામાં હાજરી આપી અને ઘાયલોની મુલાકાત લીધી. ક્વેટાની કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલમાં સૈનિકો સાથે મળ્યા હોવાની વાત પણ તેઓએ કરી હતી.
બલુચિસ્તાનમાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા?
જનરલ મુનીરે કહ્યું, “આ કહેવાતા ‘મિત્રો-દુશ્મન’ ગમે તે કરે, આપણા દેશ અને તેના સશસ્ત્ર દળોના દૃઢ નિશ્ચય સામે તમે ચોક્કસપણે પરાજિત થશો.” તેમણે બલુચિસ્તાનના લોકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સેનાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. સેનાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અશાંત બલૂચિસ્તાન વિસ્તારોમાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. શનિવારે હરનાઈ જિલ્લામાં આવા જ એક ઓપરેશનમાં, રાષ્ટ્રીય સૈનિકોએ આતંકવાદીઓનો અસરકારક રીતે સામનો કર્યો, જેમાં 11 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા અને તેમના અનેક ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.


