- પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને નહીં થાય તકલીફ
- સરકારી સ્કોલરશીપ મેળવનારા માટે આ નિયમ નહીં
- બ્રિટન જતા વિદ્યાર્થીઓ પરિવારના સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં
ઋષિ સુનકે બ્રિટનમાં વધતા પ્રવાસીની સંખ્યા પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે. બ્રિટન સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અપ્રવાસી પર લગામ લગાવવા માટે તેઓ તૈયાર છે. 1 જાન્યુઆરી 2024થી નવા નિયમો લાગૂ કરાયા છે. તો જાણો આ નિયમો ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરશે.
આ રીતે થશે અસર
બ્રિટનથી જનારા વિદેશી વિદ્યાર્થીઓ પરિવારના લોકોને પોતાની સાથે નહીં લઈ જઈ શકે. જો કે પોસ્ટ ગ્રેજ્યુએટ અને સરકારી સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓ પર આ નિયમ લાગૂ થશે નહીં. એટલે કે બ્રિટન જતા વિદ્યાર્થીઓ પરિવારના સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં. આ નવા વિઝા નિયમ ગયા વર્ષે મે મહિનામાં રજૂ કરાયો હતો. પરંતુ તેને હવે લાગૂ કરાયો છે. જો કે આ નિર્ણય લાગૂ કર્યા બાદ પીએમ સુનકને અનેક આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતથી કેટલા વિદ્યાર્થીઓ જાય છે બ્રિટન
ગયા વર્ષે જૂનમાં બ્રિટને 1 લાખ 42 હજાર 848 વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ સંખ્યા 2022ના આંકડાથી 58 ટકા વધારે હતી. બ્રિટનના ગૃહ મંત્રાલયના અનુસાર બ્રિટનમાં સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ ભારતથી આવે છે. આ કુલ વિદ્યાર્થીઓનો ત્રીજો ભાગ છે. સ્નાતક સ્તરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો વધારો વર્ષના લગભગ 10 ટકા રહ્યો છે. બ્રિટનના ગૃહમંત્રાલયના આંકડા અનુસાર 2022-23માં બ્રિટનમાં ઉચ્ચ શિક્ષા પ્રવેશ કરનારા કુલ 139700 ભારતીય વિદ્યાર્થીઓ હતા. બ્રિટન સરકારના નવા વિઝા નિયમ લાગૂ થયા બાદ વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. તેઓએ અનેક સુવિધાઓથી વંચિત રહેવું પડશે.


