- ઋષિ સુનકે બ્રિટનમાં વિઝા નિયમો કડક કરવાની જાહેરાત કરી
- વિદેશી વિદ્યાર્થીઓ પરિવારના સભ્યોને સાથે લાવી શકશે નહીં
- બ્રિટને 1 લાખ 42 હજાર 848 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા
બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીમાં વધારો થવાનો છે. સુનક સરકારના નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ વિઝાના ઉપયોગ પર લગાવ લાગવી શરૂ થઈ જશે. બ્રિટન સરકારે દેશમાં વધી રહેલી ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર લગામ લગાવવા માટે આકરા વિઝા નિયમો શરૂ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આકરા વિઝા નિયમોને કારણે લાખો લોકો પ્રભાવિત થશે અને બ્રિટન જનારા લોકોની સંખ્યામાં દરેક વર્ષે એક લાખ 40 હજાર કરતા વધારે કમી આવશે.
વિઝા નિયમો કડક
ઋષિ સુનકે બ્રિટનમાં વસાહતીઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે વિઝા નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. બ્રિટનના ગૃહમંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું હતું કે “અમે ઇમિગ્રેશન પર અંકુશ લાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. 1 જાન્યુઆરી, 2024થી બ્રિટનમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને સાથે લાવી શકશે નહીં. જો કે, આ પોસ્ટ ગ્રેજ્યુએટ, રિસર્ચ કોર્સ અને ગવર્મેન્ટ ફંડેડ સ્કોલરશીપવાળા વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને સાથે લઈ જઈ શકશે. આનો અર્થ એ થયો કે હવે બ્રિટનમાં ભણવા જતા વિદ્યાર્થીઓ તેમના પરિવારના કોઈ સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં. આ નવો વિઝા નિયમ ગયા વર્ષે મે મહિનામાં પસાર કરવામાં આવ્યો હતો. તે હવે લાગુ કરવામાં આવ્યો છે કારણ કે પીએમ સુનકને વધતા ઇમિગ્રેશનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ભારતમાંથી કેટલા વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે?
ગયા વર્ષે જૂનમાં બ્રિટને 1 લાખ 42 હજાર 848 વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ સંખ્યા 2022ના આંકડા કરતાં 58 ટકા વધુ છે. બ્રિટનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. આ કુલ વિદ્યાર્થીઓનો ત્રીજા ભાગ છે. અંડરગ્રેજ્યુએટ સ્તરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વૃદ્ધિ દર વર્ષે લગભગ 10 ટકા રહી છે. યુકે હોમ ઓફિસના ડેટા અનુસાર, 2022-23માં કુલ 139,700 ભારતીય વિદ્યાર્થીઓ (કુલના 30 ટકા) યુકેમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશી રહ્યા હતા. બ્રિટિશ સરકારના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. હવે તેમને અનેક સુવિધાઓથી વંચિત રહેવું પડશે.


