- બ્રિટનના અનેક વિસ્તારોમાં હિંસાનો દોર યથાવત
- ડાંસ ક્લાસમાં ચાકુના ઘા મારવાની ઘટનામાં 3ના મોત
- પોલીસે આ મામલે 100 લોકોને ઝડપ્યા
બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી તંગ બની છે. સાઉથ પોર્ટમાં ડાન્સ ક્લાસમાં છરાથી હુમલા થયા બાદ રમખાણો અટકવાનું નામ નથી લઇ રહ્યા. આ ઘટનામાં 3 છોકરીઓના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે 100 લોકોની ધરપકડ પણ કરી છે. ત્યારે ભારતે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે.
ભારત ઉચ્ચાયુક્તે જાહેર કરી એડવાઇઝરી
આ અંગે હાઇકમિશન ઓફ ઇન્ડિયાએ લખ્યુ કે ભારતીય પ્રવાસીઓ યુનાઇટેડ કિંગડમના વિવિધ વિસ્તારોમાં તાજેતરની અશાંતિથી વાકેફ હશે. લંડનમાં ભારતીય હાઈ કમિશન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પ્રવાસીઓને યુ.કે.થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. મુસાફરી દરમિયાન સાવચેત રહેવા અને સાવધાની વર્તવા માટે સલાહ આપવામાં આવી છે.
સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક સમાચારો અને સલાહ-સૂચનોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં વિરોધ ચાલી રહ્યો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવા માટેની સલાહ આપવામાં આવે છે.
ક્યાં ફેલાઇ છે હિંસા ?
મહત્વનું છે કે લિવરપૂલ, હલ, બ્રિસ્ટલ, લીડ્સ, બ્લેકપૂલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નોટિંઘમ અને માન્ચેસ્ટરમાં પથ્થરમારો થયો હતો. જે લોકો હોટલમાં આશ્રય લઇ રહ્યા હતા તે હોટલની બારીઓના કાચ તોડી પાડવામાં આવ્યા. સાથે જ દુકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો આગ લગાવવામાં આવી હતી. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. બ્રિટેનના ગૃહમંત્રી યવેટ કૂપરે ભીડને ચેતાવણી આપી કે ગુનાહિત અવ્યવસ્થા અને હિંસા માટે કિંમત ચૂકવવી પડશે.


