ભારતમાં DDLJ નો ક્રેઝ કોઈથી છુપાયેલો નથી. હવે તેનો ક્રેઝ વિદેશોમાં પણ જોવા મળી રહ્યું છે. બ્રિટિશ રેલ્વે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની સ્ટાઈલમાં તેની 200મી વર્ષગાંઠની ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે.
બ્રિટિશ રેલ્વેના 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બ્રિટનમાં ‘રેલ્વે 200’ નામનો કાર્યક્રમ યોજાશે. તે ભારતીય ફિલ્મ મેકર કંપની યશ રાજ ફિલ્મ્સ (YRF) ના સહયોગથી ભારત-યુકે સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરશે.
ઘણા દ્રશ્યો બ્રિટનમાં કરવામાં આવ્યા હતા શૂટ
ફિલ્મ DDLJ ના ઘણા દ્રશ્યો બ્રિટનમાં શૂટ કરવામાં આવ્યા હતા. આમાંના એકમાં લંડનના કિંગ્સ ક્રોસ રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાન અને કાજોલનો પ્રખ્યાત દ્રશ્ય શામેલ છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે, રેલ્વે 200 માન્ચેસ્ટર અને લંડન રેલ્વે સ્ટેશનો પર DDLJ સંબંધિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. YRF મે મહિનામાં યુકેમાં ‘કમ ફોલ ઈન લવ- ધ DDLJ મ્યુઝિકલ’ નામનો સ્ટેજ શો પ્રીમિયર કરવા માટે પણ તૈયાર છે. આ શોનું દિગ્દર્શન આદિત્ય ચોપરા કરશે. આદિત્ય ડીડીએલજેના ડાયરેક્ટર પણ છે.
આ રીતે સેલિબ્રેટ કરાશે 200મી એનિવર્સરી
લંડનમાં યોજાનારા આ શોમાં બ્રિટિશ ભારતીય છોકરી સિમરનની સ્ટોરી દર્શાવવામાં આવશે. જે એક પારિવારિક મિત્ર સાથે લગ્ન કરવા માટે સગાઈ કરી છે. પછી તે રોજર નામના બ્રિટીશ છોકરા સાથે પ્રેમમાં પડે છે. યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિણીએ જણાવ્યું હતું કે ‘ડીડીએલજે’ ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક છે. તેના 30 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. ‘કમ ફોલ ઈન લવ – ધ ડીડીએલજે મ્યુઝિકલ’નો યુકે પ્રીમિયર 29 મેના રોજ માન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે યોજાશે.
આ કાર્યક્રમ દ્વારા બંને દેશો વચ્ચે પ્રેમ, વિવિધતા અને એકતાનો ફેલાવવાનો સંદેશ
આ શોમાં 18 ઈંગ્લિશ ગીતો રજૂ કરવામાં આવશે. આ ગીતનું સંગીત વિશાલ દદલાણી અને શેખર રવજિયાણી દ્વારા કંપોઝ કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા બંને દેશો વચ્ચે પ્રેમ, વિવિધતા અને એકતાનો સંદેશ ફેલાવવામાં આવશે. આ પરિસ્થિતિમાં, આ શો DDLJ ના ક્રેઝને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે રેલ્વે માન્ચેસ્ટર અને લંડન રેલ્વે સ્ટેશનો પર DDLJ સંબંધિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે.


