- જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર નાપાક હરકત
- પાકિસ્તાને ફરી વાર કર્યો યુદ્ધ વિરામનો ભંગ
- ફાયરિંગમાં બીએસએફનો જવાન ઘાયલ
પાકિસ્તાન પોતાની કાળી કરતૂતોની કોણ જાણે ક્યારે ઉપર આવશે. એક મહિનામાં સતત ત્રીજી વાર યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. પહેલા ક્રિકેટ રમતા જવાનને ગોળી મારી. ત્યાર બાદ એક શ્રમિકની હત્યા કરવામાં આવી અને ફરી વધુ એકવાર જમ્મુના સાંબા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરાતા બીએસએફ જવાન ઘાયલ થયા છે.
બિનઉશ્કેરણીજનક ગોળીબાર
જમ્મુના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અચાનક જ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બીએસએફના એક જવાન ઘાયલ થયા છે. જમ્મુ સરહદે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ત્રીજી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.. અધિકારીએ જણાવ્યું કે બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘાયલ સૈનિકને બાદમાં જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. BSFએ એક નિવેદનમાં કહ્યું કે ‘8/9 નવેમ્બર 2023ની રાત્રે, પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો, જેનો BSF જવાનોએ યોગ્ય જવાબ આપ્યો હતો.
12.20 કલાકે ગોળીબાર થયો
રામગઢ સામુહિત સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. લખવિંદર સિંહે જણાવ્યું હતું કે ઘાયલ બીએસએફ જવાનને 1 વાગ્યે સારવાર માટે કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. ગેરડાના એક ગ્રામીણ મોહન સિંહ ભાટીએ જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 12.20 વાગ્યે શરૂ થયો હતો. તેમણે કહ્યું કે ‘આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબારને લીધે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન રેન્જર્સે 28 ઓક્ટોબરે લગભગ સાત કલાક સુધી ભારે ગોળીબાર પણ કર્યો હતો. જેના કારણે બીએસએફના બે જવાન અને એક મહિલા ઘાયલ થયા છે.