- પાલનપુરના મહેશભાઈ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો
- આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે મહેશ વસાવા
- કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે આવી રહેલી માહિતિ અનુસાર BTPના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ તેમના અનેક સમર્થકો સાથે જોડાયા છે. આ સાથે જ પાલનપુરના મહેશભાઈ પટેલ પણ ભાજપમા જોડાઈ ચૂક્યા છે.
સી.આર.પાટીલે કાર્યકરોને આપ્યા અભિનંદન
સ્વ. છબીલદાસ મહેતાની પુત્રી નીતા મોદી ભાજપમાં જોડાયા છે અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા.આ સમયે સી.આર.પાટીલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને તેઓએ કહ્યું કે આજે રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રોજેક્ટસ પૂર્ણ થયા છે. લોકોના કામ પૂરાં થાય તે વધુ મહત્વનું છે. PMએ ગઇકાલે 10 એરપોર્ટનું એકસાથે લોકાર્પણ કર્યુ હતું. અગાઉ સુરતમાં એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યુ હતુ. અમારો સંકલ્પ 2027 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પ સિદ્ધ કરવામાં તમારા બધાનો સાથ જરૂરી રહેશે. આખા દેશમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને આજે જોડાનારા સૌનું ભાજપમાં સ્વાગત કરું છું. ભાજપમાં કાર્યકર તરીકે જોડાનાર સૌને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.
મહેશ વસાવાના પિતા છોટુ વસાવા સાથે મતભેદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાાજપમાં જોડાવવાને લઈને મહેશ વસાવાના તેમના પિતા છોટુ વસાવા સાથે મતભેદ છે. આ વાત વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા. કહેવાય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે. હવે તેમની સાથે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.
થોડા દિવસ પહેલાથી જ બની હતી હતી યોજના
મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હોવાની માહિતિ પણ સામે આવી હતી. હવે ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે થઈ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે.
ચૈતર વસાવાને પડી શકે છે અસર
સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે,હમણાં જ થોડાક સમય પહેલા ચૈતર વસાવા જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા અને શકિતપ્રદર્શન કર્યુ હતુ,તો ભાજપે ચૈતર વસાવાને ચૂંટણીના મતોમાં ફરક પડે તેવી શકયતાઓને લઈ,મહેશ વસાવા સાથે હાથ મિલાવ્યા હોઈ શકે.તો અગામી લોકસભામાં ચૈતર વસાવાને મજબૂત થઈને ફાઈટ આપવી પડશે.
કોણ છે છોટુ વસાવા
ગુજરાતના આદિવાસી મતદારોના પટ્ટામાં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ચૂંટણીમાં હારજીત થતી રહે છે, પરંતુ દબંગ નેતા તરીકે ઓળખાતા આદિવાસી આગેવાન છોટુ વસાવા 1990થી સતત ચૂંટણી જીતતા આવ્યા છે.ગુજરાતના આદિવાસી મતદારો અને સમર્થકોમાં ‘દાદા’ તરીકે ઓળખાતા છોટુ વસાવાએ રાજકારણના આટાપાટા તેમના પિતા અને સસરા પાસેથી શીખ્યા છે.


