- જામનગરના ઉદ્યોગકારો બજેટ 2024ને આવકાર્યુ
- બજેટમાં તમામ ક્ષેત્રને આવરીને કરવામાં આવી જાહેરાતો
- બજેટમાં ટેક્સને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવી
આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ છે, તેને નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓ અને ઉદ્યોગકારો આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બજેટથી આર્થિક વિકાસને વેગ મળશે. તમને જણાવી દઈએ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું બજેટ રજૂ કર્યુ છે. જેમાં નાણામંત્રીએ ‘વિકસિત ભારત’ની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી છે.
આ બજેટ ઉદ્યોગકારો માટે લાભદાયી
ત્યારે જામનગરના ઉદ્યોગકારો દ્વારા પણ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજુ કર્યું તેને આવકાર્યુ છે. આ બજેટ ઉદ્યોગકારો માટે લાભદાયી છે. જેમાં વધુમાં તેઓએ કહ્યું કે આ બજેટથી MSME ઉદ્યોગ ખુશખુશાલ થશે. સાથે GSTમાં રાહત મળતા ગુજરાતભરના ઔદ્યોગિક એકમોને ફાયદો થશે.
બજેટમાં બધા ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા
બીજી બાજુ તાંબામાં ડ્યુટી ઘટાડવામાં આવતા બ્રાસને ફાયદો થશે. ઈન્કમ ટેક્સમાં થોડી વધારે રાહતની જરૂર હતી તે આગામી બજેટમાં પરિપૂર્ણ કરશે એવી આશા છે. આ બજેટમાં બધા ક્ષેત્રને આવરી લઈ લોકોને ફાયદો થાય તેવી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ યુવાનોનું પણ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.
CM ભુપેન્દ્ર પટેલે પણ બજેટ 2024ને આવકાર્યુ
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.
વડાપ્રધાન મોદીએ બજટને આવકારતા કહ્યું ‘મિડલ ક્લાસને મદદ મળશે’
બજેટ 2024ને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મિડલ ક્લાસને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઈ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે તેમ જણાવ્યું. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. સાથે જ જણાવ્યું કે નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે.


