- CP ઓફિસમાં 8 કલાક રોકાઈને 6 પેજનું નિવેદન આપ્યું
- સિનિયર અધિકારીઓ કેસની કરી રહ્યા છે તપાસ
- યુવતીના નિવેદન સમયે સેક્ટર 1 JCP,સોલાના PI હાજર રહ્યા
રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપ મુદ્દે તપાસ થઇ છે. જેમાં બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસમાં નિવેદન નોંધાવ્યું છે. CP ઓફિસમાં 8 કલાક રોકાઈને 6 પેજનું નિવેદન આપ્યું છે. જેમાં સિનિયર અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે. તેમજ યુવતીના નિવેદન સમયે સેક્ટર 1 JCP, સોલાના PI હાજર રહ્યા હતા.
ACP હિમાલા જોશીએ યુવતીને સમજાવી પરત મોકલ્યાનો આક્ષેપ
ACP હિમાલા જોશીએ યુવતીને સમજાવી પરત મોકલ્યાનો આક્ષેપ છે. ACP હિમાલા જોશીએ ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ પણ છે. યુવતી પોલીસ મથક પહોંચી હતી તે CCTV પણ મળ્યા નથી. તેમજ યુવતી પોલીસ મથક ગઈ ત્યારે ફોનનો ઓડિયો રેકોર્ડ ચાલુ હતો. યુવતીએ સેક્ટર 1 JCPને વાતચીતની ઓડિયો ક્લિપ આપી છે. જેમાં પોલીસ દ્વારા ઓડિયો રેકોર્ડ કરેલી ક્લિપને FSLમાં મોકલી છે. ACP હેમાલા જોશી રજા ઉપર હોવાથી જવાબ લેવાનો બાકી છે. રજા ઉપરથી આવ્યા બાદ આ આક્ષેપો અંગે જવાબ લેવાશે.
રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો ચકરાવે ચઢ્યો
અમદાવાદમાં રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો ચકરાવે ચઢ્યો છે. બલ્ગેરિયન યુવતી પહેલા મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ગ્રુપના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે ગઇ હતી ત્યારે ત્યાં હાજર મહિલા ACP હિમાલા જોષીએ રાજીવને તેના કર્મોની સજા મળશે તુ શું કામ ફરિયાદ કરીને સમય બગાડે છે તેવી ઓડીયો ક્લિપ વાયરલ થઇ હતી. બીજી તરફ, પિડીતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવીને અંતે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 65થી વધુ નિવેદનો પોલીસે નોંધ્યા હતા. જ્યારે રાજીવ મોદીને નિવેદન નોંધાવવા માટે સોલા પોલીસે બે વખત નોટિસ ઇશ્યૂ કરી હતી. આ દરમ્યાન યુવતી અચાનક ગુમ થતા તેના વકિલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઇમેઇલ મારફતે જાણ કરી હતી. ગત.15 ફેબ્રુઆરીએ નાટકીય ઢબે રાજીવ મોદી વિદેશથી પરત આવીને વકિલો સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે પાંચ કલાક પૂછપરછ કરીને નિવેદન નોંધ્યુ હતુ.


