- ઉત્તરાખંડમાં મહાનગર પાલિકાની ટીમે પોલીસ ફોર્સ સાથે બુલડોઝર ફેરવી દીધુ
- મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ કર્યો, ત્યારબાદ વાતવરણ ડહોળાયું
- હુમલાખોરોએ બાણભૂલપુરા પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી પથ્થરમારો કર્યો
ઉત્તરાખંડમાં ધામી સરકારનું બુલડોઝર સતત ચાલી રહ્યું છે. આ સંદર્ભે મહાનગર પાલિકાની ટીમ ભારે પોલીસ ફોર્સ સાથે મલિકના બગીચામાં પહોંચી હતી. અહીં જેસીબી વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું, ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. બદમાશોએ અનેક પોલીસ વાહનોને આગ ચાંપી દીધી છે.
બદમાશોએ બાણબૂલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું
બદમાશોએ બાણભૂલપુરા પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ભારે પથ્થરમારો કર્યો. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. ટ્રાન્સફોર્મરમાં પણ આગ લાગી છે. જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. પોલીસ પ્રશાસનના અધિકારીઓની સાથે પત્રકારો પણ ફસાયા છે. પોલીસ દળ દ્વારા હવાઈ ગોળીબાર કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટીમ ભારે પોલીસ દળ સાથે મલિકના બગીચામાં પહોંચી
તમને જણાવી દઈએ કે મહાનગરપાલિકાની ટીમ ભારે પોલીસ દળ સાથે મલિકના બગીચામાં પહોંચી હતી. અહીં જેસીબી વડે ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવાનું કામ શરૂ થયું હતું ત્યારે મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડી જ વારમાં અરાજકતાવાદી તત્વોએ પોલીસ, વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભારે પથ્થરમારો શરૂ કર્યો. આ પથ્થરમારામાં એસડીએમ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એટલું જ નહીં, જેસીબીને નિશાન બનાવીને પથ્થરમારો થતાં તેનો કાચ તૂટી ગયો હતો.
અરાજક તત્વોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા
ભારે વિરોધ છતાં મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ રહી હતી. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પરિતોષ વર્મા સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પથ્થરમારો બંધ ન થતો જોઈ પોલીસે તોફાની તત્વોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
પથ્થરમારો કરનારા બેકાબૂ તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે
મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાયે કહ્યું કે મદરેસા અને નમાઝની જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદે છે. મહાનગરપાલિકાએ અગાઉ તેની પાસેની ત્રણ એકર જમીનનો કબજો લીધો હતો. ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. હવે આજે તેને તોડી પાડવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન પથ્થરમારો કરનારા બેકાબુ તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તેની ધરપકડ કરવામાં આવી રહી છે.


