- અયોધ્યાની બદલાઇ રહી છે તાસીર
- ઇકોફેન્ડલી કાર, ગોલ્ફ કારની સસ્તા દરે સુવિધા
- હવે બસ સ્ટેન્ડનો લુક પણ કરાયો ચેન્જ
અયોધ્યા રામમંદિર બની રહ્યુ છે. આ મંદિર કુલ 3 માળનું છે. હાલ ગ્રાઉન્ડ ફ્લોર બની ગયો છે. રામમંદિરને લઇને આખા અયોધ્યાની કાયાપલટ થઇ રહી છે. અયોધ્યાના ખૂણે ખૂણા સજી રહ્યા છે. નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. ભક્તોને અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે રેલવે, એરપોર્ટ બાદ હવે બસ સ્ટેન્ડનું પણ બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
રામ-હનુમાનજીના ચિત્રો
આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બસ સ્ટેન્ડમાં રામ, લક્ષ્મણ તથા હનુમાનજીના પોસ્ટર જોવા મળી રહ્યા છે. વિનાઇલ પ્રિન્ટ લગાવવામાં આવી રહી છે. અયોધ્યાના તમામ બસ સ્ટેન્ડનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. મંદિર જેવો કર્વ આપવામાં આવ્યો છે. અહીં આવનારા યાત્રીઓનું કહેવુ છે કે અહીં બેસવા માટેનું સ્ટેન્ડ પણ છે. જોવામાં ખૂબ જ સુંદર છે. અહીં આવનારા દર્શનાર્થીઓનું કહેવુ છે કે રામ આવ્યા પછી અયોધ્યામાં ચમક આવી ગઇ છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માટે બનશે રામ હલવો
વિષ્ણુ મનોહરે 12 હજાર લીટરની ક્ષમતા સાથે એક ખાસ કઢાઈ બનાવી છે જેમાં તેઓ રામ મંદિર પરિસરમાં યોજાનાર આ કાર્યક્રમ માટે રામ હલવો તૈયાર કરશે.
12000 લિટરની કડાઇ કરી તૈયાર
રસોઇયા વિષ્ણુ મનોહરે જણાવ્યું કે આ કઢાઈનું વજન 1300 થી 1400 કિલો છે. જે સ્ટીલથી બનેલું છે અને મધ્ય ભાગ લોખંડનો બનેલો છે જેથી જ્યારે હલવો બનાવવામાં આવે ત્યારે તે બળી ન જાય. તેનું કદ 10 ફૂટ બાય 10 ફૂટ છે. તેની ક્ષમતા 12,000 લિટર છે, અને તેમાં 7,000 કિલો હલવો બનાવી શકાય છે. તેને ઉપાડવા માટે ક્રેનની જરૂર પડે છે.


