અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોના-ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. ચાંદીમાં રૂ.2,000 ઘટીને પ્રતિ કિલોનો ભાવ રૂ.1,73,000 થયો હતો. સોનામાં રૂ.1,300 ઘટીને 24 કેરેટમાં પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.1,31,700 થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 69 ડોલર ઘટીને 4,186 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 67 સેંન્ટ ઘટીને 56.98 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.200 વધીને રૂ.1,27,515 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો રૂ.3,000 ઘટીને રૂ.1,75,200 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 39 ડોલર ઘટીને 4,235.80 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.1 સેંન્ટ ઘટીને 58.04 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
મંગળવારે અમદાવાદ બુલિયન બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ચાલતી ઉથલપાથલ, અમેરિકન ડોલરના મૂલ્યમાં મજબૂતી તેમજ વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઇને સર્જાયેલી અનિશ્ચિતતા આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે. સ્થાનિક માંગમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કિંમતો દબાણ હેઠળ આવી ગઇ છે. જ્વેલર્સોના જણાવ્યા મુજબ સોનામાં આવેલો ઘટાડો ખરીદદારો માટે ટૂંકા ગાળે તક સમાન છે. જ્યારે ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો ઔદ્યોગિક એકમોને થોડી રાહત પહોંચાડશે. જોકે બજારમાં આગામી દિવસોમાં પણ ચઢાવ-ઉતારની સંભાવના યથાવત રહેશે. રોકાણકારોએ હાલ ભાવોનું મોનિટરિંગ કરીને સમજદારી પૂર્વક ખરીદ-વેચાણનો નિર્ણય લેવો હિતાવહ છે.


