અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે સોનામાં 1,600 રૂપિયા અને ચાંદીમાં 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 1,59,000 રૂપિયા થયો હતો. સોનાનો 24 કેરેટમાં 10 ગ્રામનો ભાવ 1,28,700 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 62 ડોલર વધીને 4,130 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 95 સેંન્ટ વધીને 51.13 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ડિસેમ્બર માસનો વાયદો 879 રૂપિયા વધીને 1,24,733 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો 1,668 રૂપિયા વધીને 1,56,150 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.
કોમેક્સ બજારમાં સોનું 38.30 ડોલર વધીને 4,132.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 6.69 સેંન્ટ વધીને 50.99 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.અમદાવાદ બુલિયન બજારમાં મંગળવારે સોના-ચાંદી બંનેમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરમાં નબળાઇ, આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક ટેન્શન અને ફેસ્ટિવ ડિમાન્ડના કારણે કિંમતોમાં આ તેજી દેખાઇ રહી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે ફિઝિકલ બુલિયન માર્કેટમાં હાલ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને વેડિંગ સિઝન બાયિંગ બંનેના કારણે ભાવમાં મજબૂતાઇ આવી છે. સોનામાં પણ રોકાણકારોની ખરીદી વધતા મોટા ઉછાળા જોવા મળ્યા છે. મંગળવારે 24 કેરેટ શુદ્ધ સોનામાં 1,600 રૂપિયાનો વધારો થયો હતો. ભાવ શા માટે વધી રહ્યા છે. તે સવાલ હાલ સૌના મનમાં છે. આ અંગે વિશ્વ અને ભારતીય બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુએસ ફેડ વ્યાજદર અંગે અનિશ્ચિતતા, આવનાર લગ્નસિઝનમાં ડિમાન્ડમાં વધારો, ડોલર ઇન્ડેક્સમાં નબળાઇ અને આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ ટેન્શન સહિતના કારણો તેજી માટે મુખ્યરૂપે જવાબદાર છે. સોના-ચાંદીના બજારમાં હાલ ભારે તેજીનું વલણ છે. જેમાં એક બાજુ રોકાણકારોની ખુશી છે ત્યાં સામાન્ય ગ્રાહકો અને લગ્નવાળા પરિબળો માટે આ ભાવ પાછા વિચાર કરાવતી પરિસ્થિતિ બની છે.


