ભારતની GDP FY26ની બીજી ત્રિમાસિકમાં 8.2%ની ગતિએ વધી છે. India economyએ એકવાર ફરી પોતાની મજબૂત પકડ દર્શાવી છે.
GDPનો વિકાસ અપેક્ષાઓથી વધુ
અગાઉની ત્રિમાસિકમાં GDPની વૃદ્ધિ 7.8% હતી. પરંતુ Q2માં આ વધીને 8.2% પર પહોંચી છે. અર્થશાસ્ત્રીઓને 7.3% સુધીની વુદ્ધિનો અનુમાન હતો. જ્યારે RBIએ તેને 7% માન્યુ હતુ. સરકાર દ્વારા તેને 7% માન્યુ હતુ. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલા સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ ક્ષેત્રોમાં ફરી માગ વધારવી આ તમામ પાસાઓ વિકાસ દર ઉંચો લાવવા માટે મહત્ત્વના સાબિત થયા છે.
નાણાંમંત્રીએ શું કહ્યુ ?
22 સપ્ટેમ્બરથી જરુરી સામાનો પર GSTનો દર ઓછો કરવામાં આવ્યો હતો. જેના કારણે FMCG ઉત્પાદની ઘરેલુ વસ્તુઓ અને કરિયાણાના સામાનમાં વધુ વેચાણ જોવા મળ્યુ હતુ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ લોકો પાસે 2 લાખ કરોડ સુધીની બચત થઇ શકે છે. જેના કારણે બજારમાં ખર્ચ વધશે અને અર્થવ્યવસ્થામાં નવી ઉંચાઇ જોઇ શકાશે.
પ્રાઇમરી સેક્ટરમાં નામ માત્રનો ઘટાડો
એગ્રીકલ્ચર અને માઇનિંગવાળા પ્રાઇમરી સેક્ટરમાં 3.1%નો વાર્ષિક વિકાસ જોવા મળ્યો છે. કૃષિ ક્ષેત્ર 3.5%ની રફ્તારથી વધ્યો છે. જે ગયા વર્ષની તુલનામાં થોડો ધીમો હતો. માઇનિંગ સેક્ટરમાં લગભગ સ્થિરતા હતી. જ્યાં માત્ર 0.04%નો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત રીતે જોવા મળી હતી.
મેન્યુફેક્ચરિંગ અને વિજળી સેકટરમાં દમદાર રફ્તાર
આ દરમિયાન સેકેન્ડરી સેક્ટર જેમાં મેન્યુફેક્ચરિંગ અને વિજળીનું ઉત્પાદન સામેલ છે. આ સેક્ટરે સૌથી સારુ પ્રદર્શન કર્યુ છે. પૂર્ણ ક્ષેત્રેએ 8.1% વધી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરે એકલા હાથે 9.1%નો વિકાસ દર નોંધાવ્યો છે. ગયા વર્ષે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 2.2% ગ્રોથ જોવા મળ્યો હતો. ભારતની મજબૂત GDP વૃદ્ધી માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે. એક છે અર્થવ્યવસ્થામાં સુધાર, બીજુ છે સરકારી કેપિટલ ખર્ચ અને ત્રીજુ છે એક્સપોર્ટમાં વૃદ્ધી થવી.
આ પણ વાંચોઃ World News: સરકાર મોંઘા શહેરોમાં ખર્ચ, સ્ટાફ ઘટાડી અને દૂતાવાસોની સંખ્યાની કરી રહી છે સમીક્ષા


