એલન મસ્કની માલિકીની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લાયસંસ મળી ગયું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સંદેશાવહેવાર વિભાગના કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ લાયસંસ મળવાથી ભારતમાં કનેક્ટિવિટીના સંદર્ભમાં એક નવા યુગનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે એરટેલ અને જિયોએ ભારતમાં ગ્રાહકોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે સ્ટારલિંક સાથે ભાગીદારી કરી તે પછી કેન્દ્ર સરકારે આ મંજૂરી આપી છે.
આજે સિંધિયાએ સ્ટારલિંકના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્વાયને શોટવેલ સાથે એક બેઠક યોજી હતી. સિંધિયાએ પ્લેટપોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શોટવેલે ભારતમાં કારોબાર શરૂ કરવા સ્ટારલિંકને લાયસંસ મળ્યું તેને આવકરતા જણાવ્યું હતું કે સ્ટારલિંકની ભારતમાંની સફરનો એક સારો પ્રારંભ છે.