વિવેકાનંદ યુથ કલબ દ્વારા વિવેકાનંદ જયંતિ નિમિતે આથજથી શ્રેણીબધ્ધ કાર્યક્રમો
પુષ્પાંજલી, વકતવ્ય, વિવિધ સ્પધર્કા ચક્ષુદાન પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની રાજ્યસરકાર દ્વારા સન્માનિત શ્રેષ્ઠ સંસ્થા એવોર્ડ વિજેતા સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહોનો નારો આપનાર ભારતના ભાગ્યવિધાતા યુવાનોના આરાધ્યદેવ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તેમજ સંસ્થાના સ્થાપના દિવસ નિમિતે શ્રેણીબદ્ધ કાર્યક્રમો તારીખ 8 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી યોજવામાં આવ્યા છે.
સંસ્થા દ્વારા યોજાનાર કાર્યક્રમો અંગે માહિતી આપતા સંસ્થાના સુકાની અનુપમ દોશી, પંકજ રૂપારેલિયા,હસુભાઈ શાહ,જયેન્દ્રભાઈ મહેતા વધુમાં જણાવે છે કે 12 જાન્યુઆરી વિવેકાનંદ જયંતિના દિવસે સવારના યાજ્ઞિક રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારતોરા પુષ્પાંજલિ, શહેરના સદર વિસ્તારમાં આવેલ રમેશભાઈ છાયા બોયઝ સ્કૂલના છાત્રોની વકતૃત્વ સ્પર્ધા અને સ્વામી વિવેકાનંદના જીવન કવન વિષે વક્તવ્ય, કોટડા સાંગણી તાલુકાના પીપલાણા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના છાત્રો માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, ઊંધી દોડ સહિતની સ્પર્ધાઓ યોજાશે, શિયાળાની ઠંડીમાં જરૂરતમંદોને એક્સો ધાબળાનું વિતરણ, શહેરના પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના દર્શનાર્થે આવતા ભક્તજનોને ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ચક્ષુદાન પત્રિકા વિતરણ, ચક્ષુદાનના સુત્રો લખેલ કેરીબેગનું વિતરણ તેમજ ચક્ષુદાનના સંકલ્પપત્રો ભરવા, શહેરની શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળા નંબર 19,28 અને 57 ના તમામ છાત્રોને તલ મમરાના લાડવા તેમજ પતંગનું વિતરણ તેમજ જીવદયા પ્રવૃતિ અંતર્ગત પાંજરાપોળમાં ગૌમાતાને લાડવાનું વિતરણ, શહેરના કાલાવડ રોડ પર રવિપાર્ક પાસે લવ ટેમ્પલની સામેના ગાર્ડનમાં વહેલી સવારે વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત પુસ્તક પરબ સહિતના સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ છે
સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, પંકજ રૂપારેલિયા, સુનિલ વોરા, નલિન તન્ના,દિનેશભાઈ ગોવાની, હસુભાઈ શાહ, જનાર્દન આચાર્ય,જીતુભાઈ ગાંધી,જયેન્દ્રભાઈ મહેતા, રમેશ શિશાંગીયા, પરિમલભાઇ જોશી, ઉપમન્યુભાઈ રાવલ, નૈસધભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ,દક્ષિણભાઈ જોશી,મહેશ જીવરાજાની, મહેશ પરમાર, શરદભાઈ દવે, અનિલ ધોળકિયા, કિશોર ટાકોદરા,મહેશભાઈ વ્યાસ, ગોપાલ વ્યાસ, નયન ગંધા વગેરે કાર્યરત છે


