- આ બિલ તો 2019માં જ સંસદમાં પાસ થયું હતુઃ શાહ
- કોરોનાને કારણે આ અમલીકરણ અટક્યું હતુઃ શાહ
- નિયમો લાગુ કરવા એ તો માત્ર ઔપચારિકતા છેઃ શાહ
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર તેની સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું, ‘દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે આના પર ક્યારેય સમાધાન નહીં કરીએ અને CAA ક્યારેય પાછી ખેંચી લેવામાં આવશે નહીં.’
CAA બીજેપી લાવી છે અને નરેન્દ્ર મોદીની સરકાર લાવી છે
ઈન્ટરવ્યુમાં અમિત શાહે ભારત ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું, ‘ભારત ગઠબંધન જાણે છે કે તે સત્તામાં નહીં આવે. CAA બીજેપી લાવી છે અને નરેન્દ્ર મોદીની સરકાર લાવી છે. તેને રદ કરવું અશક્ય છે. અમે સમગ્ર દેશમાં તેના વિશે જાગૃતિ ફેલાવીશું, જેથી જે લોકો તેને રદ કરવા માગે છે તેમને સ્થાન ન મળે. કેન્દ્રીય મંત્રીએ CAA ગેરબંધારણીય હોવાના આરોપોને ફગાવી દીધા. અમિત શાહનું કહેવું છે કે આનાથી બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.
વિપક્ષ આમ પણ ખુલ્લું પડી ગયું છેઃ અમિત શાહ
શાહે કહ્યું કે આ સમયગાળા પર સવાલ કરવાનો શું અર્થ છે. સરકારની ઇચ્છાશક્તિ બિલ આવ્યું ત્યારથી જ હતી, નાગરિકતા તો 2014થી જ મળવાની છે. જે નિયમો CAAના નક્કી કરાયા એ તો એ જ છે. મુદ્દો કરોડો શરણાર્થીઓને અધિકાર આપવાનો છે. શરણાર્થીઓની ત્રણ પેઢીને ન્યાય આપવાનો મુદ્દો છે. વિપક્ષને તો બીજું કોઇ કામ જ નથી. વિપક્ષે તો સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે તો આર્ટિકલ 370 પણ દૂર ન કર્યુ. વિપક્ષ જે કહે છે તે કરતું નથી.
મોદીજી જે કહે છે તે કરી બતાવે છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે મોદીજી કહે તે પથ્થરની લકીર છે. CAAમાં કોઇની નાગરિકતા લેવાની જોગવાઈ નથી. CAA શરણાર્થીઓને નાગરકિતા આપવાનો કાયદો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલાના અધિકાર મળશે. આ સાથે હિંદુ, બૌદ્ધ, પારસીઓને અધિકાર આપવા માટેનો કાયદો છે. આ દેશનું વિભાજન ધર્મના આધારે નહોતું થવું જોઇતું. તેમ છતાં ધર્મના આધારે દેશનું વિભાજન કરાયું છે. વિભાજન બાદ ધર્મના નામે પાકિસ્તાનમાં અત્યાચાર થયા છે. હિંદુ બહેનો – દીકરીઓ પર અત્યાચાર થયા છે.
કોંગ્રેસે જ કહ્યું હતું ગમે ત્યારે પાક. હિંદુઓ ભારતમાં આવી શકે
“કોંગ્રેસે વાયદો પૂર્ણ ન કર્યો, હવે ભાજપે વાયદો પૂર્ણ કર્યો’. “CAA મુદ્દે મેં 41 વખત અલગ અલગ મંચ પર વાત કરી’. બાંગ્લાદેશમાં 2 લાખ હિંદુ હતા, હવે 500 જ બચ્યા છે. આ શરણાર્થીઓ ભારત આવ્યા તેમને અધિકાર નથી શુ. “ભાગલા વખતે અનેક શરણાર્થીઓને પનાહ અપાઇ તેનું શુ’. તેઓએ એમ પણ કહ્યું કે મુસ્લિમો નાગરિકતા લેવા માટે અરજી કરી શકે છે. “ભારત સરકાર સુરક્ષાની સ્થિતિ જોઇને નિર્ણય કરશે’. “આ કાયદો એટલે કે દસ્તાવેજ વગર શરણાર્થીઓ આવ્યા’. મને લાગે છે કે 85 ટકા લોકો પાસે દસ્તાવેજ છે. CAA હેઠળ અરજી કરવાની કોઇ સમયમર્યાદા નથી. આ કાયદા માટે દેશની દરેક ભાષામાં તમે અરજી કરી શકો છો. ભારત સરકાર તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. તમારે દસ્તાવેજો લઇને ઇન્ટરવ્યૂમાં આવવાના છે. “ભારતમાં આવી ગયેલા લોકોને અધિકાર આપવાની વાત છે’. “2014 પહેલા જે લોકો આવ્યા તેમને નાગરિકતા આપવાની છે’.
દિલ્હીના મુખ્યમંત્રી ખોટા આક્ષેપો કરી રહ્યા છેઃ શાહ
“દિલ્હીમાં ચૂંટણી જીતી શકવાના નથી એટલે ગમે તે બોલે છે’. “શરણાર્થીઓને કારણે સ્થાનિકોને નોકરી નહીં મળે તે મુદ્દો ખોટો છે. એ લોકો વર્ષોથી અહીં છે, નોકરીઓ કરે જ છે. વર્ષોથી અહીં રહે છે, તેમની પાસે નાગરિકતા નથી. તેમના બાળકો ભણી નથી શકતા, આધારકાર્ડ નથી. શું તેમને જીવન જીવવાનો અધિકાર નથી. વિભાજનનો નિર્ણય આ શરણાર્થીઓએ તો નહોતો લીધો. પોતાની સંપત્તિ, ઘર – બાર મૂકીને આ લોકો ભારત આવી ગયા. તેમની વેદના સરકાર નહીં સમજે તો કોણ સમજશે. ભારતે તેમને નાગરિકતા આપવાનો વાયદો કર્યો હતો. મમતા બેનર્જી, બાંગ્લાદેશના હિંદુઓને નાગરિકતા આપવાની છે. બાંગ્લાદેશથી આવેલા બંગાળીઓનો હક ન છીનવો.


