- સુગર મિલો સાથે ખેડૂતો પણ થતાં ચિંતિત થયા
- શેરડીનું ઉત્પાદન ઘટવા પાછળના અનેક પરિબળો
- દક્ષિણ ગુજરાતની સુગર મિલો ઉપર એક નવું સંકટ ઉભુ થયું
દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલો ઉપર આફત આવી છે. જેમાં ગત વર્ષની સરખામણી કરતાં ચાલુ વર્ષે શેરડીના પાક અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમાં શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા સુગર મિલો સાથે ખેડૂતો પણ થતાં ચિંતિત થયા છે.
દક્ષિણ ગુજરાતની સુગર મિલો ઉપર એક નવું સંકટ ઉભુ થયું
દક્ષિણ ગુજરાતની સુગર મિલો ઉપર એક નવું સંકટ ઉભુ થયું છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા સુગરમિલો મુશ્કેલીમાં મુકાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો શેરડીના પાકની ખેતી કરે છે. ત્યારે દ.ગુજરાતના ખેડૂતો માટે સુગર મિલ જીવાદોરી સમાન છે. ચાલુ વર્ષે શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા સુગર મિલોના સત્તાધીશો પણ ચિંતામાં મુકાયા છે. સુગર મિલોમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાવવાથી ખેડૂતોએ પણ મોટું નુકશાન વેઠવાનો વારો આવશે.
શેરડીનું ઉત્પાદન ઘટવા પાછળના અનેક પરિબળો
દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન ઘટવા પાછળના અનેક પરિબળો માનવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાતમાં ચાર લાખ એકરમાં શેરડીનો પાક લેવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે જેનું કારણ વધુ પડતા ખાતર, જંતુનાશક દવાઓ, વાતાવરણ અને દર 2 વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું મુખ્ય કારણ છે. સાથે જ સુરત જિલ્લામાં ભૂંડનો ત્રાસ પણ ખૂબ વધી ગયો છે. ભૂંડના ઝુંડે ખેડૂતોના ખેતરોમાં જ પગપેસારો કરી લીધો છે જેથી ભૂંડો ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કરી રહ્યા છે. સુગર મિલો ઉપર આવેલું સંકટ ખેડૂતોને પણ રડાવશે, જેનું કારણ છે શેરડીના ટન દીઠ ઓછા ભાવ, સુગર મિલોમાં શેરડીનું પિલાણ ઘટતા ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે તેની સીધી જ અસર સુગર મિલો દ્વારા ખેડૂતોને અપાતા શેરડીના ભાવો ઉપર પડશે. ખેડૂતો પહેલેથી જ અનેક સમસ્યાને લઈ મુશ્કેલીઓનો સામનો કરતાં આવ્યા છે ત્યારે જો ચાલુ વર્ષે ખેડૂતોને શેરડીના પોષણક્ષણ ભાવ નહી મળે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાનો છે.


