By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રચાર અંતિમ તબકકામાં : હવે ભારે વોટીંગ ઉપર ભાજપનો ભાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

પ્રચાર અંતિમ તબકકામાં : હવે ભારે વોટીંગ ઉપર ભાજપનો ભાર

agragujaratnews
Last updated: 2024/05/04 at 7:45 PM
2 years ago
Share
પ્રચાર અંતિમ તબકકામાં : હવે ભારે વોટીંગ ઉપર ભાજપનો ભાર
SHARE

મતદાન સામે મુખ્ય ત્રણ પડકાર : કાળઝાળ ગરમી,ક્ષત્રિ આંદોલન, પાટીદાર મતોનું વિભાજન

આજે સોમવાર. આજની રાત કતલની રાત.આવતી કાલે દેશની લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાન થનાર છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજયોનો સમાવેશ થાય છે. દેશમાં ભાજપ શાસિત અનેક રાજયોમાં મતદાનની ટકાવારી પાંચ થી સાત ટકા ઘટી છે. આ માટે બે તબકકામાં મુખ્ય કારણ ગરમી અને મતદાનો નિરશતા જેને વિપક્ષો એન્ટીઇનકમ્બન્સી ગણાવે છે તે કારણભૂત છે. ગુજરાતમાં આવતી કાલે જે મતદાન થનાર છે તે મહતમ થાય તે સતાધારી ભાજપ માટે મહત્વનું છે. કારણ કે વધુ મતદાનમાં વિરોધનો સૂર દબાઇ જાય છે. તેને સતાધારી અને લોકપ્રિય પક્ષ તરફી મતદાન ગણવામાં આવે છે.

આવતી કાલે મતદાન વચ્ચે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહિ કરવામાં આવી છે. જે બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર –પાંચ વાગ્યા સુધીના મતદાનને માટે મોટો પડકાર છે. આથી સવારના ૧૧ વાગ્યા સુધીમાં મોટા પ્રમાણમાં મતદાન થાય તેના ઉપર ભાજપ સહિતના પક્ષોનો ભાર રહેશે.

રાજકોટ બેઠક ઉપર અંદાજે રર લાખ મતદાર છે. જેમાથી સૌથી વધુ મતદાર કોળી સમાજના આશરે સાડા ત્રણ લાખથી વધુ છે. બીજા નંબરે લેઉવા પાટીદાર મતદારોની સંખ્યા ત્રણ લાખ આસપાસ અંદાજાય છે. જયારે કડવા પાટીદાર મતદારો અંદાજે દોઢ લાખથી વધુ છે. આ ઉપરાંત ઓબીસી,બ્રાહમણ,લોહાણા મતદારની સંખ્યા પણ નોંધપાત્ર છે.

છેલ્લા થોડા દિવસોથી સંઘ ભાજપની સંકલન ટીમે મતદાનની વ્યુહરચના ઉપર કામકાજ શરુ  કરી દીધુ છે. મીટીંગોના દોર બાદ પેજ પ્રમુખ અને બુથ વોટીંગની જે વ્યુહરચના ગોઠવાઇ છે તે જોતાં સંઘ-ભાજપ સામે થતાં આક્ષેપો અને અસંતોષની ચળવળ કયાંય સપાટી ઉપર જોવા મળતી નથી. આમ છતાં બુથ ઉપર ભાજપ,સંઘ,વિહીપ,બજરંગદળ અને અન્ય સંગઠનોની હાજરી અને તેમની સક્રિયતા ઉપર સમગ્ર મતદાનનો આધાર રહેશે. એક અંદાજ મુજબ રાજકોટ બેઠક ઉપર ભાજપને માનભેર લીડ મેળવવા માટે ૬પ ટકા મતદાન જરૂરી છે. શહેરમાં સારૂ મતદાન થઇ શકે છે. પરંતુ ગામડાઓમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના પ્રભાવ ક્ષેત્રના ગામોમાં મતદાનની ટકાવારી ઉંચી લઇ જવી એ ભાજપ માટે મોટો પડકાર છે. ભાજપની આંતરિક તૈયારી અને એપ વગેરેના માધ્યમથી લગભગ તમામ મતદાર સુધી સંપર્ક સ્થપાઇ ગયો છે. કોંગ્રેસ પાસે આટલું મજબુ નેટવર્ક નથી. પરંતુ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જે રીતે આત્મવિશ્વાસથી પત્રકાર પરિષદમાં રાજકોટની વ્યવસ્થા અંગે વાતચીત કરી હતી તે મુજબ કોંગ્રેસનું સંગઠન પણ ઠીક ઠીક કામ કરે છે. ક્ષત્રિયના મતદાનનો ઝોક અને લેઉવા પાટીદારોના મતદાનનો ઝોક આ ચૂંટણીના પરિણામ ઉપર સૌથી વધુ પ્રભાવ પાડશે.

ગુજરાત ભાજપને જંગી મતદાન સામે ત્રણ પડકાર છે તેમાં પ્રથમ ગરમી મોજુ સૌથી વધુ નિર્ણાયક છે. આ સિવાયના શિરદર્દ સમાન મુદામાં ક્ષત્રિયોનું ભાજપ વિરોધી મતદાન થવાની તિવ્ર શકયતા અને તેમના દ્વારા અન્ય નેગેટિવ વોટીંગ કરાવવા અથવા ગામડાઓમાં મતદાનમાં નિરશતાં સર્જવામાં આવે એ સૌથી મોટો પડકાર છે. આ સિવાય જયાં પાટીદાર ઉમેદવારો છે ત્યાં બન્ને પક્ષે વોટ ડિવિઝનની શકયતા છે.

રાજકોટ લોકસભાની બેઠક સૌથી નિર્ણાયક બની ગઇ છે. ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા કડવા પાટીદાર ઉમેદવાર છે. તેમની સામે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર ઉમેદવાર છે. રૂપાલા સામે સૌથી મોટો પડકાર ક્ષત્રિય આંદોલનનો છે. કારણ કે ક્ષત્રિય આંદોલન તેમના સામે જ મુખ્ય શરૂ થયુ હતું. ત્યાર બાદ ભાજપ સામે બીજા તબકકામાં પ્રસર્યુ હતું. આમ ગરમી,લેઉવા-કડવા પાટીદાર અને ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાને અને ભાજપન નવ કોઠાનું યુધ્ધ વિંધવાનું છે. પાંચ લાખ મતની સરસાઇ માટે ભારે મતદાન એક જ આધાર છે. આ માટે આવતી કાલે ભાજપ-સંઘની ટીમની મહેનત અને વોટીંગ પેટર્ન ઉપર સઘળો મદાર રહેશે. ભાજપ પાસે ગંજાવર મશીનરી છે. એ સફળ થાય તો ચુંટણીની વૈતરણી પાર કરી જશે. પરંતુ મતદાન ઓછુ થયું તો સસ્પેન્સ પરિણામના દિવસ સુધી લંબાશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor By Editor 4 days ago
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?