- કેનેડા પોલીસે ત્રણ ભારતીયોની ધરપકડ કરી
- હરદીપસિંહ નિજ્જર હત્યા કેસમાં ત્રણ લોકો સામે આરોપ
- આ લોકો શૂટર, ડ્રાઇવર વગેરે તરીકે કામ કરતા હતા
કેનેડામાં પોલીસે ચકચારી હરદીપસિંહ નિજ્જર હત્યા કેસને લઈ ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસનું માનવું છે કે ધરપકડ કરાયેલા ત્રણેય કથિત રીતે એ જૂથના સભ્યો છે જેને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી.
યુવકને ગોળીબારનું કહેવાયું
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની જે દિવસે હત્યા કરવામાં આવી હતી તે દિવસે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે દરમિયાન આ લોકો શૂટર, ડ્રાઇવર વગેરે તરીકે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને નિજ્જરની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારતીય નાગરિક તરીકે ઓળખ
કોર્ટના દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બ્રાર પર નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગ્લોબલ ન્યૂઝના અહેવાલમાં શંકાસ્પદ લોકોની ઓળખ ભારતીય નાગરિક તરીકે કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ‘નિજ્જરને ઠાર માર્યાના લગભગ એક વર્ષ પછી કેનેડિયન પોલીસે શુક્રવારે સવારે ભારતીય નાગરિકોની અટકાયત કરી હતી.’


