- મેહુલ પ્રજાપતિ નામના ભારતીય મૂળના ડેટા વૈજ્ઞાનિકને વાર્ષિક 98 હજાર ડોલરનો પગાર હતો
- કેનેડાની ફુડ બેંકથી મફત ભોજન કઈ રીતે મળે તેની જાણકારી આપવી મોંઘી પડી
- કંપનીને વાયરલ વીડિયો અંગે જાણ થતા મેહુલ પ્રજાપતિને નોકરીમાંથી તગેડી મુક્યો
કેનેડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ભારતીય મૂળના ડેટા વૈજ્ઞાનિક તરીકે નોકરી કરતા મેહુલ પ્રજાપતિ નામનો યુવક ફૂડ બેંકમાંથી મફતનું ખાવાનું મોંઘું સાબિત થયું. કારણ કે ફૂડ બેંકમાંથી મફત ભોજન કઈ રીતે મળે તેની જાણકારી યુવકે સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેથી કંપનીને આ અંગેની જાણ થતા તરત જ મેહુલ પ્રજાપતિને નોકરીમાંથી તગેડી મુક્યો હતો.
ભારતીય મૂળના મેહુલ પ્રજાપતિએ વીડિયોમાં જણાવ્યું કે કઈ રીતે તે દર મહિને ભોજન અને કરિયાણાના સામાનથી રૂપિયા બચાવે છે. તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું કે એનજીઓ અને તમામ ટ્રસ્ટ તરફથી કૉલેજ અને યુનિવર્સિટીમાં આવેલી ફૂડ બેંકોથી કરિયાણાનો સામાન મફત મળતો રહે છે. વધુમાં વીડિયોમાં મેહુલ પ્રજાપતિએ પોતાનું ભોજન બતાવ્યું હતું. જેમાં ફળ, શાકભાજી, બ્રેડ, સોસ અને પેકિંગ શાક સામેલ હતું.
કેનેડામાં રહીને નોકરી કરતી મેહુલ પ્રજાપતિ નામના યુવકને એક મોટી બેંકમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે દર વર્ષે સરેરાશ 98 હજાર ડોલર પગાર મળતો હતો. મેહુલે જે વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો તેમાં ઉલ્લેખ કરાયો કે તેને ચેરિટીની ફૂડ બેંકથી કેટલું મફતનું ભોજન મળે છે.
લોકોએ ઘણા નિવેદન આપ્યા
મેહુલ પ્રજાપતિનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કેટલાક યુઝર્સે મેહુલની ટીકા કરી અને કહ્યું કે ફૂડ બેંક ગરીબો અને જરૂરિયાતમંદો માટે છે. એક યુઝરે લખ્યું, “ફૂડ બેંકો ઘણીવાર કાર્યરત હોય છે. મેં સ્થાનિક ફૂડ બેંકમાં નિયમિતપણે મદદ કરી. બેંક ખુલ્લી હોય ત્યારે લોકો આવે છે અને પોતાની જરૂરિયાતનો સામાન લઈ જાય છે. “લોકો આવીને લાઇનમાં ઊભા રહેશે નહીં સિવાય કે તેઓને ખરેખર મદદની જરૂર હોય, પરંતુ કેટલાક લોકો શરમાતા નથી.”
મેહુલ પ્રજાપતિને ટેકો પણ મળ્યો
જો કે મેહુલને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ કેટલાક લોકોએ તેને ટેકો પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું, “ઓહ આ દુઃખદ છે, તેણે ભૂલ કરી પણ તે હવે શું કરશે કે તે બેરોજગાર છે?”
‘ખાવા અને પીવા માટે પૂરતો ખોરાક છે’
“ફક્ત કારણ કે તમે જાણો છો કે તેનું કામ શું છે/તેનું LinkedIn શું કહે છે તેનો અર્થ એ નથી કે તમે તેની અંગત પરિસ્થિતિ જાણો છો,” અન્ય વપરાશકર્તાએ કહ્યું. ઉપરાંત ખાવા માટે પૂરતો ખોરાક છે, જરા જુઓ કે દરરોજ કેટલો ખોરાક બગાડે છે.’


