કેનેડામાં વિન્ટરની સિઝન મજાક નથી. જ્યારે બરફ રસ્તાઓ, એરપોર્ટ રનવે અને જાહેર સ્થળો પર જામી જાય છે, ત્યારે સલામતી જાળવવી સૌથી મોટી પડકાર બની જાય છે. આ કામ માટે કર્મચારીઓને રાખવામાં આવે છે, જેમને સ્નો રિમુવલ ઓપરેટર્સ કહેવામાં આવે છે. આ માત્ર હાથથી બરફ હટાવવાનુ કામ નથી, પરંતુ સલામતી, અનુશાસન અને શારીરિક ફિટનેસની પરીક્ષા પણ છે. આ નોકરીમાં સારી સેલરી, બોનસ અને કરિયર આગળ વધારવાનો અવસર મળે છે. ચાલો જાણીએ કે આ નોકરીમાં કેટલી સેલેરી મળે છે, શિફ્ટ, બોનસ અને જરૂરી લાયકાતો શું છે.
બરફ હટાવવાની નોકરીમાં સેલેરી અને લાભો
બરફ હટાવવાની નોકરીમાં સેલેરી અને લાભો
કેનાડામાં સ્નો રિમુવલ ઓપરેટર્સનો બેઝ પગાર લગભગ 45,000 થી 85,000 ડોલર (40–75 લાખ રૂપિયા) વાર્ષિક હોય છે. સરેરાશ કર્મચારી 62,000 ડૉલર (55 લાખ રૂપિયા) સુધી કમાઈ શકે છે. તે ઉપરાંત, વધારાની આવક પણ મળે છે, જે 10,000 ડૉલર સુધી જઈ શકે છે અને રેન્જ 3,000–34,000 ડૉલર છે. જો તમે કલાક પ્રમાણે કામ કરવા માંગો છો તો અનુભવ અનુસાર 20 ડૉલર (1,774 રૂપિયા) પ્રતિ કલાક સુધી કમાઈ શકો છો.
બોનસ અને વધારાની સુવિધાઓ
સ્ટેન્ડબાય કામ માટે કર્મચારીઓને 400 ડૉલર (35,492 રૂપિયા) માસિક બોનસ મળે છે. ઈન્સ્યોરન્સ WSIB કવર કંપની દ્વારા આપવામાં આવે છે. સિક્યોરિટી પાસ ગુમ થઈ જાય તો તેનો રિપ્લેસમેન્ટ ખર્ચ ઉમેદવારે ચૂકવવો પડશે.
જોબની લોકેશન અને જરૂરી લાયકાતો
-ઉમેદવાર શારીરિક રીતે ફિટ હોવો જોઈએ.
-કાનૂની રીતે કેનેડામાં કામ કરવાની પરવાનગી હોવી જરૂરી છે.
-ઉમેદવારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ.
-કામની જગ્યાએ પહોંચવા માટે વિશ્વસનીય પરિવહન (Reliable Commute) હોવું જોઈએ.
-ઉમેદવારને કાર્યસ્થળની સલામતી અને આરોગ્ય તાલીમ આપવામાં આવશે.


