કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માંગુ છું.” નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કેરટેકર PM તરીકે કાર્યરત રહેશે.
નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કેરટેકર PM તરીકે કાર્યરત રહેશે. જસ્ટિન ટ્રુડો 11 વર્ષ સુધી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ વડાપ્રધાન રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓથી લઈને મુખ્ય સહાયકોના રાજીનામા અને ઓપિનિયન પોલ સુધી તે સંખ્યાબંધ કટોકટીનો સામનો કરી રહ્યા હતા.


