- ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમ વિસ્તારની ઘટના
- કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત
- દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને UP પોલીસના કોન્સ્ટેબલનું મોત
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમ વિસ્તારમાં કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી મુજબ UPના ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમ વિસ્તારમાં એક કાર અચાનક કાબૂ ગુમાવતા પાર્ક કરેલા અન્ય 2 વાહનો સાથે અથડાતા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિમિષ પાટીલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે જયોમ શર્મા અને જગબીર રાઘવ બિલ્ડર નિખિલ ચૌધરીની સુરક્ષા માટે તૈનાત હતા, જેઓ રાત્રે દિલ્હીના વિવેક વિહારમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કારમાં પાછળ બેઠેલા બંને પોલીસકર્મીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વાહનની આગળ બેઠેલા બિલ્ડર અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર દીક્ષિત અને SP સ્વતંત્ર કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા, ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવી અને મૃતક પોલીસકર્મીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ACP સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. નજીકમાં લગાવેલા કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આ અકસ્માતમાં ડ્રાઈવર અને બિલ્ડર સુરક્ષિત છે. આ અકસ્માતમાં બંને પોલીસકર્મીઓના મોત થયા છે.


