- રાંધેજા નજીક મોડી રાત્રે થયો હતો અકસ્માત
- રાત્રે મુવી જોઇને પરત ફરતા હતા મુસાફરો
- એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે દાખલ
ગાંધીનગર નજીક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જેમાં રાંધેજા નજીક મોડી રાત્રે અકસ્માત થયો હતો. તેમાં વૃક્ષ સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. રાત્રે મુવી જોઇને પરત ફરતા અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે દાખલ કરાયા છે.
અકસ્માતમાં મૃત્ય પામલેના નામની યાદી સામે આવી
અકસ્માતમાં મૃત્ય પામલેના નામની યાદી સામે આવી છે. જેમાં મહોમ્મદ અલ્ફાઝ ઉર્ફે સુજલ સાબીરભાઈ બેલીમ, સલમાન કાસમ ચૌહાણ, અસ્પાક શબ્બીરભાઈ ચૌહાણ, મહોમ્મદ સાજેબ સલીમભાઈ બેલીમ, સાહિલ નસીરુદ્દીન ચૌહાણનો સમાવેશ થાય છે.

પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રાંધેજા પેથાપર હાઈવ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


