- ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો
- રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ કાર
- જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી
આણંદમાં મોડીરાતે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમયે કાર અને ટ્રકની વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જાણો કેવી રીતે બની આખી ઘટના.
રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ કાર
ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે મોડી રાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે અને તેમાં 3 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે કારમાં 3 યુવકો મુસાફરી કરી રહ્યા હતા. અને તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી
આ અકસ્માત એટલો ગમ્ખ્વાર હતો કે આ કારને ટ્રકની નીચેથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 3 કલાકની મહેનત બાદ 3 મૃતદેહને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. મળતી માહિતિ અનુસાર આ તમામ 3 યુવકો બોરસદના જંત્રાલના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


