- આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને યુવક આવ્યો
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
- લૂંટારુઓ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા
રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચોરીની ઘટના સામે આવી રહી છે. સુરતમાં રોકડા રૂપિયા 4.40 લાખની લૂંટ થઈ છે. સુરતના વાય જંકશન પર લાખોની લૂંટની ઘટના બની છે. બે અજાણ્યા ઈસમોએ બાઈક પર આવીને લૂંટ ચલાવી હતી. બંને લૂંટારાઓએ બાઈક પર આવીને એક આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો હતો.
બે યુવકોએ સુરતમાં 4.40 લાખ રુપિયાની લુંટ ચલાવી
ઘટનાની મળતી માહિતી મુજબ, સુરતના આવેલા વાય ઝંકશન પર 4.40 લાખ રુપિયાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. બાઈક પર આવેલા બે ઈસમોએ આંગડિયા પેઢીમાંથી રુપિયા લઈને આવતાં કર્મચારી યુવકને લૂંટી લીધો હતો. બાઈક પર આવેલા બંને લૂંટરાઓએ તેમના મોઢે માસ્ક પહેર્યું હતું જેથી બંનેની ઓળખ થઈ શકી ન હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી
આંગડિયા પેઢીમાંથી રુપિયા લઈને આવતાં યુવકને આંગડિયા પેઢીમાંથી લઈને આવેલા રુપિયા 4.40 લાખની લૂંટની ઘટના બનતા યુવકે પોલીસને લુંટ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે પૂરી માહિતી મેળવી હતી અને પોલીસે લૂંટના આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી.
સુરતમાં અગાઉ પણ ધોળે દિવસે લુંટની ઘટના બની હતી
આ વચ્ચે સુરતના કામરેજ રોડ પર ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી અંદાજે 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ અંગેની માહિતી અનુસાર, સુરતના એક આંગડિયા પેઢીના કર્મચારીના અપહરણ બાદ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં આંગડિયાનો કર્મચારી મહિધરપુરાથી બસમાં બેઠો હતો ત્યારે કામરેજ રોડ પર બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.
રુ. 88 લાખની લુંટની ઘટના બની હતી
આ વચ્ચે અંદાજે રૂ.88 લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી રહી છે. આટલી મોટી ચોરીની ઘટના બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વચ્ચે શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈ વિવાદ પણ સામે આવી રહ્યો છે. ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ ચાલ્યો છે. જ્યારે આ ઘટના અંગે પ્રારંભિક માહિતી અનુસાર, પટેલ ડી.પ્રવિણકુમાર આંગડિયા પેઢીનો કર્મચારી હોવાની માહિતી સામે આવી છે. તેમજ બસમાંથી કર્મચારીને નીચે ઉતારી લૂંટ ચલાવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં પોલીસ દ્વારા ચોરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
બીજી તરફ આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વેપારીને રિવોલ્વર બતાવી ટુવ્હિલર પર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો. જે બાદ લૂંટારૂઓએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી દીધો હતો. અને 88 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.


