By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ગઢડાના જલાલપુરમાં કેશિયરે ખેડૂત ખાતેદારોના ખાતામાંથી ૫ કરોડ ઉપાડી લીધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ગઢડાના જલાલપુરમાં કેશિયરે ખેડૂત ખાતેદારોના ખાતામાંથી ૫ કરોડ ઉપાડી લીધા

Editor
Last updated: 2026/01/17 at 3:42 PM
2 weeks ago
Share
ગઢડાના જલાલપુરમાં કેશિયરે ખેડૂત ખાતેદારોના ખાતામાંથી ૫ કરોડ ઉપાડી લીધા
SHARE

ખેડૂતોના પરસેવાની કમાણીના નાણા સગેવગે કરવાનું મોટુ કૌભાંડ

ગઢડાના જલાલપુરમાં કેશિયરે ખેડૂત ખાતેદારોના ખાતામાંથી ૫ કરોડ ઉપાડી લીધા

 ન્યાયની માંગણી સાથે ખેડૂતો ઢસા પોલીસ સ્ટેશને ઘસી ગયા

 

અગ્ર ગુજરાત, ભાવનગર

બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર સ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપતનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. બેંકના કેશિયર પર ખેડૂત ખાતેદારોના વિશ્વાસનો ભંગ કરી તેમના ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લેવાનો આરોપ લાગતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સંદર્ભે અસરગ્રસ્ત ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે.

ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાં સગેવગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. બેંકના કેશિયર આનંદે અંદાજે 50થી 60 ખેડૂતોના ખાતામાંથી 5 કરોડથી વધુની રકમ બારોબાર ઉપાડી લીધી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ સાથે દોડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્યારે બેંક મેનેજરે તપાસ ચાલુ હોવાનું ગાણું ગાયું હતું.

ગ્રાહકોના જણાવ્યા મુજબ, કેશિયર આનંદ છેલ્લા 4 મહિનાથી ખેડૂતોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. 12 તારીખ પછી તે અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો હતો. જ્યારે ખેડૂતોએ બેંકમાં જઈ તપાસ કરી ત્યારે લાખો રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે કોઈ ચેક વટાવ્યો નથી કે ઉપાડના સ્લિપ પર સહી કરી નથી, છતાં બારોબાર નાણાં ઉપાડી લેવાયા છે.

ખેડૂતોના આક્ષેપ મુજબ, બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા આનંદ નામના કર્મચારીએ અનેક ખાતેદારોના ખાતામાંથી 5, 10 અને 15 લાખ કે તેથી વધુ રકમની ઉચાપત કરી છે. ખેતી અને મજૂરી કરીને એકઠા કરેલા નાણાં અચાનક ગાયબ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ખાતેદારોએ જણાવ્યું હતું કે, ઘરમાં સંતાનોના લગ્ન નક્કી થયા હોવાથી નાણાંની તાતી જરૂરિયાત છે, તેવા સમયે જ આ ઉચાપત બહાર આવતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.

 

તપાસ ચાલુ છે : બેંક મેનેજર

જલાલપુર શાખાના ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા કર્મચારી પર સાયબર ક્રાઈમની ફરિયાદ થઈ છે. ઉપરથી અરજી આવી અને તેના આધારે વધારે તપાસ બેંકે કરી હતી. એ તપાસ ચાલુ છે. 10થી 15 સભાસદોના ખાતામાંથી પૈસા ગયા એની અમને જાણ થઈ છે. અમારી હેડ ઓફિસની ટીમ આવી અને તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયે કેટલો આંકડો છે એની જાણ કરાશે. પૂર્ણ થયા બાદ જ ઉચાપતની કુલ રકમનો આંકડો સ્પષ્ટ થશે.

ચાર મહિનાથી પાસબુકમાં એન્ટ્રી બંધ હતી

વીકળીયા ગામના લાભુ કાવેઠિયાએ જણાવ્યું હતું કે મારા ખાતામાંથી 12 લાખ ઉપડી ગયા છે. 24 હજાર જમા રહેવા દીધા છે. ચાર મહિના એન્ટ્રી બંધ છે એ દરમિયાન આ બન્યું છે. મને કાલે ફોન આવ્યો ત્યારે ખબર પડી. મારી માગ છે કે મારા પરસેવાના પૈસા આવી જાય. 3 વર્ષની કમાણી એમાં નાખી છે. અમારા ગામના 30-40 ખેડૂતો છે. અને બેંકમાં ચારેક ગામના લોકોના ખાતા છે.

You Might Also Like

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી

 ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો બિમારીથી કંટાળી આપઘાત

 ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો

 ભાવનગરના કુંભારવાડામાં એકટિવા આપવાની ના પાડતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ
ગોંડલ

ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ

Editor By Editor 6 days ago
માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો
BAPSના વડા મહંત સ્વામીનો ૯૨મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે
 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ
 ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?