- દિવાળી પહેલા શંકાસ્પદ ઘી-તેલી ઝડપાયા
- 3.69 લાખ રૂપિયાનું સીંગતેલ કબજે લેવાયું
- 1.39 લાખ રૂપિયાના ઘીનો જથ્થો ઝડપાયો
દિવાળી પહેલા મહેસાણાના વિજાપુરમાંથી આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ભેળસેળયુક્ત ઘી અને સીંગતેલનો જથ્થો ઝડપાયો છે. મહત્વનું છે કે શિવ ટ્રેડિંગમાંથી રૂ. 3.69 લાખનું ભેળસેળિયું સિંગતેલ ઝડપાયું છે. આ ઉપરાંત શંકાસ્પદ ઘીનો જથ્થો પણ ઝડપાયો છે.
મહત્વનું છે કે દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં ઠેર-ઠેર ફરસાણ અને ખાણીપીણીની ચીજોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં અનેક વખત નકલી ઘી, નકલી તેલ, નકલી બટર, પનીર, મલાઈ જેવી ચીજો ઝડપાઈ ચૂકી છે. ત્યારે આજે મહેસાણાના વિજાપુરમાં આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા પાડતા શિવ ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘી અને સીંગતેલનો જથ્થો ઝડપાયો હતો.
માહિતી પ્રમાણે આ જથ્થો કુલ 3.69 લાખ રૂપિયાની કિંમતનો થવા જઈ રહ્યો છે. આ સિવાય 1.39 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો પણ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહીમાં કબજે લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પહેલી વાર જિલ્લાની અંદર પોકેટ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરાયો હોવાની ઘટના નોંધાવા પામી છે. આ દરોડાની કાર્યવાહી બાદ માહિતી પ્રમાણે અશોક મહેશ્વર અને અલ્પેશ સુખડીયા નામના શખ્સોની વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે આ ઘટના વિજાપુરના ખત્રીકૂવા વિસ્તારની છે. અહીં શિવ ટ્રેડિંગમાંથી રૂપિયા 3.69 લાખનું ભેળસેળીયું સીંગતેલ ઝડપાયું છે અને પ્રામાણિક નમકીનમાંથી 1.39 રૂપિયાનું ભેળસેળીયા ઘીનો જથ્થો ઝડપાયો. આ દરોડાની પ્રોસિજરના અનુસંધાને દુકાન માલિક અશોક મહેશ્વરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ઘીમાં ભેળસેળ કરનાર અલ્પેશ સુખડીયા સામે પણ તપાસ શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે.


