સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે વરાછા, પુણા અને ઉધનામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. લેબોરેટરીમાં મોકલવામાં આવેલા ઘી અને માખણના છ જેટલા નમૂનાઓ પરીક્ષણમાં ‘સબસ્ટાન્ડર્ડ’ એટલે કે હલકી ગુણવત્તાના જાહેર કરવામાં આવ્યા છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે લોકો જે ઘીનો ઉપયોગ ભગવાનના દીવા કરવા માટે કરતા હતા, તેમાં પણ મિલાવટ જોવા મળી છે. તહેવારોના સમયે લોકોની આસ્થા અને આરોગ્ય બંને સાથે ખિલવાડ કરતી આ ડેરીઓ સામે હવે કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આરોગ્ય સાથે ચેડાં
વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘી અને માખણમાં મોટા પ્રમાણમાં ‘વેજીફેટ’ (વનસ્પતિ ચરબી) નું મિશ્રણ કરવામાં આવ્યું હતું. તબીબોના મતે, આ પ્રકારનું ભેળસેળિયું ફેટ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે અને તે સીધી રીતે હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર બને છે. શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સના નામે સસ્તું અને નુકસાનકારક વેજીફેટ ભેળવીને વેપારીઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. ફૂડ વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અન્ય ડેરીઓ પર પણ વોચ વધારી દીધી છે.
આ પણ વાંચો : Weather News : ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી, અમદાવાદમાં પારો 14 ડિગ્રીએ પહોંચશે


