તામિલનાડુ અને કર્ણાટકમાં ચાલી રહેલા કાવેરી કોલિંગ અભિયાન એટલે કે નદીને જીવંત કરવાના પ્રયાસો વચ્ચે વૃક્ષોનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024-25માં 1.36 કરોડ રોપા વાવવામાં આવ્યા છે. જેના કારણે કુલ રોપાની સંખ્યા 12 કરોડે પહોંચી છે.
ઈશા ફાઉન્ડેશનના સદગુરુ દ્વારા ચલાવાતા આ અભિયાનથી ક્લાઇમેટ ચેન્જને પડકાર ફેંકવામાં મદદ મળી શકે છે. રોપાઓ પાણીના સંવર્ધનમાં ઉપયોગી બને છે અને કાવેરી નદીને જીવંત કરવામાં તે ઉપયોગી છે. જમીનમાં પાણી રહેતા ખેતીને પણ ઉપયોગી થાય છે.
50,931 કિસાનો અને નાગરિકોનો સહયોગ
કાવેરી બેસિનમાં 34 હજાર એકર જમીનમાં કુલ 12.2 કરોડ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા છે. જેના લીધે 2.38 લાખ કિસાનો ઝાડ આધારિત ખેતી કરી શકે છે. ગયા વર્ષોમાં 50,931 કિસાનો અને નાગરિકોએ આ પર્યાવરણીય પ્રયાસોમાં પૂરતો સહયોગ આપ્યો હતો.
નદીનો પ્રવાહ 12 માસ ચાલુ રાખવા પ્રયાસ
કાવેરી કોલિંગ દુનિયામાં કિસાનો દ્વારા ચલાવાતો વિશેષ અને અભૂતપૂર્વ પ્રયાસ છે. આ અભિયાનનો ઉદ્દેશ કાવેરી નદીને જીવંત કરવાનો અને ઝાડ આધારિત ખેતીને વિકસાવવાનો છે. જેના લીધે પાણી સંવર્ધનમાં પણ ફાયદો થઈ શકે છે. નદીનો પ્રવાહ 12 મહિના સુધી ચાલુ રાખી શકાય છે. કિસાનો આ અભિયાનમાં પોતાની માટી પણ આપી રહ્યા છે.
કૃષિના માધ્યમથી જમીન નવસાધ્ય કરવી જરૂરી
કાવેરી કૉલિંગ યોજનાના ડાયરેક્ટર અને મિટ્ટી બચાઓ અભિયાનના પ્રતિનિધિ આનંદ એથીરાજાલુએ કહ્યું કે, જળવાયુ પરિવર્તનને વાયુમંડળમાં પરિવર્તન નથી કરી શકાતું. તેને માત્ર કૃષિના મધ્યમથી ઠીક કરી શકાય છે. કૃષિ આધારિત જમીન નવસાધ્ય કરવામાં ધ્યાન આપવું એ અત્યારના સામેની જરૂરિયાત છે.