કેન્દ્ર સરકારે શનિવારે CBDTના ચેરમેન રવિ અગ્રવાલનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. હવે તેમની નિમણૂક 30 જૂન 2026 સુધી લાગુ રહેશે. એટલે કે તે હવે 2026 સુધી ડ્યુટી પર તૈનાત રહેશે. રવિ અગ્રવાલ 1988 બેચના IRS અધિકારી છે, તેઓ 30 જૂને નિવૃત થવાના હતા પણ સરકારે તેમના અનુભવ અને વિશેષતાને જોતા આ નિર્ણય લીધો છે.
રવિ અગ્રવાલને 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 સુધી મળ્યું એક્સટેન્શન
ગયા વર્ષે જૂન 2024માં રવિ અગ્રવાલને ઈન્કમટેક્સ વિભાગની નીતિ-નિર્માણ સંસ્થા CBDTના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. શનિવારે જાહેર કરાયેલા એક સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું કે મંત્રિમંડળની નિયુક્તિ સમિતિએ રવિ અગ્રવાલને 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 સીધી અથવા તો આગામી આદેશ સુધી કોન્ટ્રાક્ટના આધારે ફરી નિમણૂક કરવા માટે મંજૂરી આપી છે. આ નિમણૂક કેન્દ્ર સરકારના અધિકારીઓ પર લાગુ સામાન્ય નિયમો અને શરતોના આધાર પર કરવામાં આવી છે.
રવિ અગ્રવાલે કયા સુધારા કર્યા?
CBDT દેશના પ્રત્યત કર સંબંધિત નીતિઓ બનાવવામાં અને લાગુ કરનારી ટોચની સંસ્થા છે. તેનું નેતૃત્વ એક ચેરમેન કરે છે અને તેમાં 6 વિશેષ સચિવ સ્તરના સભ્ય સામેલ હોય શકે છે. રવિ અગ્રવાલના નેતૃત્વમાં CBDTએ કરદાતાઓ માટે ઘણા સુધારા અને ડિજિટલ પહલ શરૂ કરી છે. જેનાથી કર સિસ્ટમને વધુ પારદર્શી બનાવવામાં મદદ મળી છે. આ નિર્ણયથી સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તે અનુભવી નેતૃત્વની સાથે ઈન્કમ ટેક્સ વિભાગને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. રવિ અગ્રવાલનો કાર્યકાળ વધવાથી કર સિસ્ટમમાં સાતત્ય રહેશે અને ચાલી રહેલી યોજનાઓને વેગ મળશે.