- દેશના 5 રાજ્યોમાં 14 સ્થળો પર CBIએ પાડ્યા દરોડા
- 5,717 કરોડની છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી
- સમગ્ર મામલે CBIએ 26થી વધુ લોકો સામે કેસ નોંધ્યો
CBIએ દેશના પાંચ રાજ્યોમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચીનો સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
શુક્રવારે સીબીઆઈએ મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચી સહિત દેશના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈએ 26થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે SKS પાવર જનરેશન લિમિટેડે 5 હજાર 717 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આ કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આ કેસમાં કોણ કોણ સંડોવાયેલ
- અનિલ મહાબીર ગુપ્તા, ડિરેક્ટર, એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડ
- SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના અભય કુમાર સાહુ
- એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના અશોક કુમાર સાહુ
- એસકેએસ પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના મહાબીર પ્રસાદ ગુપ્તા
- SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના દીપક ગુપ્તા
- અનિશ અનિલ ગુપ્તા, ડિરેક્ટર, એસકેએસ ઇસ્પાત એન્ડ પાવર લિમિટેડ, મુંબઈ
- પ્રેમલતા ગુપ્તા, ડિરેક્ટર, ક્રિષ્ના સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, રાયપુર
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રીતમ બેરિયા
- કંદસામી સુબ્બુરાજ સેથાર લિમિટેડના ડિરેક્ટર
- સંદીપ કુમાર ગુપ્તા, ડિરેક્ટર, લાભેશ્વરી એજન્સીઝ લિમિટેડ
- હંસનાથ યાદવ, ડિરેક્ટર, લાભેશ્વરી એજન્સીઝ લિમિટેડ
- SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર
- એસકેએસ ઇસ્પાત એન્ડ પાવર લિમિટેડ, મુંબઈના પ્રમોટર અને ડિરેક્ટર
- રિવરવ્યુ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- રણભૂમિ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- Evernew Securities Pvt Ltd ના પ્રમોટર અને ડિરેક્ટર
- બબૂલ સપ્લાયર્સ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- લાભેશ્વરી એજન્સી લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- ક્રિષ્ના સ્ટ્રક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર
- સિટીવિંગ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- નોર્થ વેસ્ટ કોલ કંપની લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- સુગૌરી ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- ગેબ્રિયલ ડીલર્સ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- સેથાર લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર, તિરુચિરાપલ્લી
- પ્રમોટર અને એમ્બિશન કોમોસેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, કોલકાતા
- કોમ્પેક્ટ એજન્સીઝ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતાના પ્રમોટર અને ડિરેક્ટર
- રોહિત પરાશર, ચીફ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજર, સિવિલ લાઈન્સ, જૌનપુર
CBIનો આરોપ છે કે એસકેએસ પાવર જનરેશન લિમિટેડે એસબીઆઈ, એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ લિમિટેડ, પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ લિમિટેડ અને સ્ટેટ બેંક ઑફ બિકાનેર એન્ડ જયપુર પાસેથી રૂ. 6,170 કરોડની લોન લીધી હતી. જેમાં 5 હજાર 717 કરોડ રૂપિયા ચૂકવાયા નથી. SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના ડિરેક્ટર અનિલ મહાબીર ગુપ્તા, SKS ઈસ્પાત એન્ડ પાવર લિમિટેડ મુંબઈના ડિરેક્ટર અનિશ અનિલ ગુપ્તા અને SBIના બે અધિકારીઓ અને 26 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.


