- નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા
- GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી
- નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ
રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.
રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIનું છટકું
મળતી માહિતી મુજબ, રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યુ હતું, જેમાં CGSTના ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક માહિતી મળી રહી છે કે, નવીન ધનકર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. GST નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી, ત્યારે નવીન ધનકરના ઘરે પણ CBI દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચ માંગી હતી. જેઓ ખાનગી પેઢીના અધિકૃત એજન્ટ હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ફરિયાદી અને પેઢીના માલિક પાસેથી તેઓ ખોટો ધંધો કરી રહ્યા છે અને વાસ્તવમાં માલની હેરફેર કરતા નથી તેવી માગણીઓ કરવામાં આવી હતી. આરોપીઓએ કથિત રીતે ફરિયાદીને જાણ કરી હતી કે, જો તેઓ ધંધો ચાલુ રાખવા માંગતા હોય તો તેમને ગેરકાયદેસર લાંચ આપવી પડશે અન્યથા તેમનો GST નંબર રદ કરવામાં આવશે. CBIએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરતા અને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો.


