- ચૂંટણી પંચ પહોંચ્યુ પશ્ચિમ બંગાળ
- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી તૈયારીઓની કરી સમીક્ષા
- કહ્યું મહિલાઓ સંચાલિક મતદાન કેન્દ્રો પણ હશે
લોકસભાની ચૂંટણીને લઇને કેન્દ્રીય ઇલેક્શન કમિશને મંગળવારે પશ્ચિમ બંગાળમાં તૈયારીઓને લઇને સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે કેટલાક મતદાન કેન્દ્રો એવા હશે જે મહિલાઓ દ્વારા સંચાલિત હશે.
પ.બંગાળમાં ચૂંટણીની કરી સમીક્ષા
મુખ્ય ચૂંટણી કમિશનલ રાજીવ કુમારે મંગળવારે પ.બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. તે બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક મતદાન મથકો એવા હશે જે સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. અમે તે મતદાન મથકો પર મહિલા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવાનો પ્રયાસ કરીશું.. તેવી જ રીતે, કેટલાક મતદાન મથકો સંપૂર્ણ રીતે વિકલાંગ વ્યક્તિઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ બાબત સમાજમાં એક ઉદાહરણ પુરુ પાડશે કે તેઓ કોઇનાથી કમ નથી.
પ.બંગાળમાં 7.58 કરોડ મતદારો
ચૂંટણી પંચે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ મતદારોની કુલ સંખ્યા 7.58 કરોડ છે. મહિલા મતદારોની સંખ્યા 3.73 કરોડ છે, જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા 3.85 કરોડ છે. રાજ્યમાં દિવ્યાંગો અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોની મહત્વપૂર્ણ સંખ્યા છે સાથે જ યુવા મતદારો નોંધાયેલા છે.
80 હજારથી વધુ મતદાન કેન્દ્રો
ચૂંટણી પંચે કહ્યું કે દરેક મતદાન કેન્દ્ર પર સરેરાશ પર 943 મતદારો સાથે 80 હજારથી વધુ મતદાન કેન્દ્ર સ્થાપિત કરાશે. જેમાં 75% થી વધુ મતદાન કેન્દ્ર ગ્રામીણ વિસ્તારોમાં છે. વસ્તીના વિવિધ વર્ગોમાં મતદાનને પ્રોત્સાહિત કરવા અને સમાવિષ્ટ અને સુલભ ચૂંટણીઓ હાથ ધરવા માટે, તમામ મતદાન મથકો પર 1000 થી વધુ મતદાન સેન્ટર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે જ્યારે 24 મતદાન સેન્ટર વિકલાંગ વ્યક્તિઓનો સ્ટાફ રહેશે.


