- નક્ષત્ર પ્રમાણે પડતર દિવસના દિવસે ઉજવાયો અન્નકૂટ ઉત્સવ
- અન્નકૂટની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવી
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉજવાયો અન્નકૂટ ઉત્સવ
દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે અન્નકૂટની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્વભાવિક રીતે અન્નકૂટ ઉત્સવ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ઉજવાતો હોય છે. પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
સ્વભાવિક રીતે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાતો હોય છે. નક્ષત્ર પ્રમાણે આજનું નક્ષત્ર આવતા આજે પડતર દિવસના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં 151 મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પારંપરિક રીતે અન્નકૂટની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવી હતી. તેમજ પરંપરા મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજુબાજુના 80 જેટલા ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ માટે મંદિરની અંદર અન્નકૂટ ઉત્સવની ઉજવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક તરફ ભક્તોની ભારે ભીડ વચ્ચે પણ અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડાકોર મંદિરે અલગ અલગ ગામના લોકો આમંત્રણને માન આપી પહોંચ્યા હતા.
તેમજ અન્નકૂટ લૂંટ્યા બાદ અન્નકૂટની પ્રસાદી લૂંટવા આવેલા માણસો દ્વારા પોતાના સગા વ્હાલાને ત્યાં મોકલવામાં આવે છે. આ વર્ષે વિશેષ 151 મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવામાં આવ્યો હતો. જેના માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.


