એમરિકી ડોલરને ટાર્ગેટ કરવા ચીન બન્યો સૌથી મોટો સોનાનો ખરીદદાર
Updated: Nov 2nd, 2023
Gold Demand : વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતા, ડોલરની વધતી મજબૂતાઈના કારણે નિર્ભરતામાં ઘટાડો અને બેકાબુ મોંઘવારીની વચ્ચે વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો ચાલુ વર્ષ 2023ના પ્રથમ 9 મહિનામાં રેકોર્ડ 800 ટન સોનાની ખરીદી કરી છે જેમાંથી RBIનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, સેન્ટ્રલ બેંકોએ 2022ની સરખામણીએ 2023ના પહેલા 9 મહિનામાં 14 ટકા વધારે સોનાની ખરીદી કરી છે.
સોનાની માંગમાં ઉછાળા પાછળનું શું છે કારણ ?
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલર મજબૂત હોવા છતાં ખરીદી પર ભાર મુકવાને કારણે સોનાની માંગ વધી છે, જેના કારણે સોનાના ભાવમાં ભારે ઊછાળો જોવા મળી રહ્યો છે. મોંઘવારી વધવાથી અને ચલણ નબળું પડવાને કારણે સોનાની ખરીદીને વેગ મળ્યો છે. અમેરિકાએ ડોલરનો ઉપયોગ રશિયા સામે હથિયાર તરીકે કર્યો છે. તેથી ચીન સહિત ઘણા દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સોનું ખરીદી રહ્યા છે.
આ દેશે સૌથી મોટો સોનાનો ખરીદદાર
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, 2023ના પ્રથમ નવ મહિનામાં સૌથી વધુ સોનાની ખરીદી ચીન દ્વારા કરવામાં આવી છે. ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ આ વર્ષે 181 ટન સોનાની ખરીદી કરી છે. તેના કુલ રીર્ઝવમાં 4 ટકા જેટલો વધારો થયો છે. ત્યાર બાદ સોનાની ખરીદી કરવામાં પોલેન્ડ બીજા નંબર પર છે.
ભારતે કેટલું સોનું ખરીદ્યું
ભારતીય રિઝર્વ બેંકે પણ 2023ના પ્રથમ 9 મહિનામાં સોનાની ખરીદી કરી છે જે પાછળના 9 મહિનાની સરખામણીએ 19 ટનથી વધુ છે એટલે કે RBIએ 19 ટનથી વધુ સોનાની ખરીદી કરી છે, જેમાં જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 9.21 ટન સોનાની ખરીદી કરવામાં આવી છે. RBI પાસે હાજર ગોલ્ડ રિઝર્વનું મુલ્ય $45.42 બિલિયન છે.